રિટ્કો લોજીસ્ટિક્સ લિમિટેડ બીએસઇ એમએમઇ આર્ઇપીઓ ખૂલ્લો મૂકવામાં આવશે
રિટ્કો લોજીસ્ટિક્સ લિમિટેડ બીએસઇ એમએમઇ આર્ઇપીઓ ટૂંક સમયમાં ખુલ્લો મૂકશે. પ્રત્યેક શેર રૂપિયા 10ની ફેસવેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર દીઠનું પ્રાઇઝ બેન્ડ રૂ. 71થી 73નું રહેશે.
ઇન્ટીગ્રેટેડ સપ્લાય ચેઇન કંપની રિટ્કો લોજિસ્ટિક લિમીટેડ કે જે ભારતમાં જમીન આધારિત હેરફેર, વેરહુસ અને અન્ય મૂલ્ય વર્ધિત સેવાઓ પુરી પાડે છે. તે પોતાની પ્રારંભિક જાહેર ઓફરના બીએસઇ લિમિટેડનાએસએમઇ પ્લેટફોર્મ પર 29 જાન્યુઆરી 2019ના રોજ ખુલ્લી મુકશે અને 30 જાન્યુઆરી 2019ના રોજ બંધ થશે. તેનુ કંપનીના રૂ. 10ની ફેસવેલ્યુ ધરાવતા શેરોનું પ્રાઇસ બેન્ડ શેરદીઠ રૂ. 71 થી 73નું રહેશે.
સેબી રેગ્યુલેશન, 2018 અનુસાર જે રોકાણકારો જાહેર ઓફરમાં અરજી કરતા હોય તેઓ ફક્ત એપ્લીકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ પ્રક્રિયાનો અરજી માટે ઉપયોગ કરશે જેઓ બેન્ક ખાતાની વિગતોનો ઉપયોગ કરશે. જે સમાન હેતુ માટે સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડી બેન્ક્સ દ્વારા બ્લોક કરવામાં આવશે.