રિદ્ધિ-સિદ્ધિ ગ્લુકો કંપનીમાં આવકવેરા પાયે કરચોરી ઝડપાય તેવી શક્યતા, આવકવેરા વિભાગે કર્યા દરોડા
રિદ્ધિ-સિદ્ધિ ગ્લુકો બિયોલ્સ લિમિટેડની આંબલી-બોપલ રોડ સ્થિત ઓફિસમાં આવકવેરા વિભાગે સર્વે હાથ ધર્યા છે. કંપનીની ઓફિસના ચેરમેન અને ડાયરેકટરના નિવાસસ્થાને આઇટીની અલગ અલગ ટીમ દ્વારા તપાસ હાથ ધરાતાં ચારથીપાંચ કરોડની રોકડ રકમ મળી આવી છે. આઇટીની ટીમે તપાસ દરમ્યાન કંપનીના હિસાબના આવક જાવકના ચોપડા અને કમ્પ્યૂટર ડેટા કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તપાસના અંતે મોટા લુકો કંપનીમાં આવકવેરા પાયે કરચોરી ઝડપાય તેવી શક્યતા છે. ટીમને કેટલાક બેનામી વ્યવહાર અને દસ્તાવેજ પણ મળ્યા છે. હજુ તપાસ ચાલુ છે.
કંપનીની ઓફિસમાં રોજના સમયે આવી રહેલા કર્મચારીને આજે તપાસ ચાલી રહી હોવાના કારણે પ્રવેશ અપાયો નથી.કંપનીની ઓફિસ બોપલ આંબલી રોડ પર અભિશ્રી કોર્પોરેટ પાર્કમાં આવેલી છે. કંપનીના ચેરમેન અને એમડી ગણપતરાજ ચૌધરીના નિવાસે પણ આઇટીની ટીમ દ્વારા સર્વે હાથ ધરાયો છે. આ ઉપરાંત કંપનીના અન્ય ચાર ડાયરેકટરની પણ પૂછપરછ હાથ ધરાઇ છે.
વીરમગામ ખાતે કંપનીનો લિક્વિડ ગ્લુકોઝ પ્લાન્ટ આવેલો છે. ત્યાં પણ સવારથી આઇટી વિભાગે કામગીરી શરૂ કરી છે. કંપનીના પ્લાન્ટ, ઓફિસ અને ડાયરેકટરના નિવાસસ્થાનેથી બહુ મોટી સંખ્યામાં બેનામી વ્યવહારો અને કાળું નાણું ઝડપાય તેવી શક્યતા છે. કંપનીના ડાયરેકટરનાં બેન્ક ખાતાંની તપાસ ચાલી રહી છે. તેમનાં બેન્ક લોકર સીલ કરી દેવાયાં છે.