વેલ્લોર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં PUBG પર મૂકાયો પ્રતિબંધ
ભારતમાં PUBG મોબાઇલ ગેમ ખૂબ ઝડપથી પ્રખ્યાત થઇ રહી છે. પબજી નંબર- 1 તે મોબાઇલ ગેમિંગ એપ બની ચૂકી છે. લોકોનો મોબાઇલ ડેટા ક્યારે ખતમ થઇ રહ્યો છે કોઇને ખબર હોતી નથી. પરંતુ વેલ્લોર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીનું આ પગલું તમને અજીબ લાગશે. જોકે, વેલ્લોર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી તેના કેંપસમાં પબજી રમવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.
દરેક હોસ્ટલર્સને ઇમેલ સ્ટેટમેન્ટ મોકલવામાં આવ્યો છે. જેમા VITના ચીફ ઓફ વોર્ડન્સે લખ્યું છે, કેટલાક વિદ્યાર્થી પબજી જેવી ઓનલાઇન ગેમ રમી રહ્યા છે અને આ આપણી સંજ્ઞાનમાં આવ્યો છે. તેની મંજૂરી નથી. સતત ઇન્કાર કરવા છતા હોસ્ટલર્સ ઓનલાઇન ગેમ રમીને નિયમનો ઉલ્લંઘન કરી રહ્યા છે. જેનાથી તેની સાથે રહેનારા રુમ મેટ્સને સમસ્યા થાય છે. તેનાથી આખી હોસ્ટેલનો માહોલ ખરાબ થઇ રહ્યો છે.
વેલ્લોર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં કોઇપણ પ્રકારની ઓનલાઇન ગેમ અને બેટિંગ પૂર્ણ રીતે વર્જિત છે. જેથી ઉલ્લંઘન કરનારાની સાથે VIT કોડ ઓફ કનડક્ટ હેઢળ કડકાઇથી નિરાકરણ લાવવામાં આવશે. વિદ્યાર્થીઓને ફિજિકલ ગેમ રમવા કે તેના કરિયરને વધારે પ્રમુખતા આપવી જોઇએ.
ઉલ્લેખનીય છે કે પબજી ઓનલાઇન ગેમ છે અને આ મલ્ટિપ્લેયર પણ છે. તેમાં એક સાથે ઘણા લોકો જોડાઇ શકે છે અને ઇન્ટરનેટ વગર તેન ચલાવી શકાય નહીં. આ ગેમને સૌથી પહેલા કોમ્પ્યુટર માટે લાવવામાં આવી હતી. ત્યારે તે ભારતમાં પોપ્યુલર ન હતી. કંપનીઓ આ ગેમને મોબાઇલ માટે લાવવામાં આવ્યા બાદ ભારતમાં ઝડપથી પોપ્યુલર થઇ છે.