રિઝર્વ બેન્કે રેપો રેટમાં 0.25 ટકા કર્યો ઘટાડો, EMI ઘટશે અને લોન થશે સસ્તી
આરબીઆઈએ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. આ દર 6.50 ટકાથી ઘટાડીને 6.25 ટકા કરવામાં આવ્યો છે. આરબીઆઈએ મોનિટરી પોલિસીની બેઠક બાદ ગુરૂવારે વ્યાજ દરની જાહેરાત કરી છે. રેપો રેટ એ દર છે જેની પર આરબીઆઈ બેન્કોને વ્યાજ આપે છે. તેમાં ઘટાડાથી લોન સસ્તી થવાની શકયતા વધી ગઈ છે. તે બેન્કો પર નિર્ભર કરશે કે રેપો રેટમાં ઘટાડાનો ફાયદો ગ્રાહકોને કેટલો અને કયાં સુધીમાં આપે છે. બેન્કિંગ સેકટરના એક્સપર્ટ અશ્વિની રાણાના જણાવ્યા પ્રમાણે રેપો રેટમાં ઘટાડાથી એફડીના દરો પર કોઈ અસર પડવાની શકયતા નથી.
અગામી દિવસોમાં પણ વ્યાજ દર ઘટવાની શકયતાઃ આરબીઆઈની મોનીટરી પોલિસી કમિટી(એમપીસી)ના તમામ 6 સભ્યોએ વ્યાજ દરો પર આઉટલુક સખ્ત(કૈલિબ્રેટિંગ ટાઈટનિંગ)થી ન્યુટ્રલ કરવાના પક્ષમાં વોટ આપ્યો. એટલે કે આગળ પણ વ્યાજ દરોમાં ઘટાડાની શકયતા ચાલું રહેશે.
ત્રીજા ત્રિમાસિકમાં મોંઘવારી દર 3.9 ટકા રહેવાનું અનુમાનઃ આરબીઆઈએ માર્ચ ત્રિમાસિક માટે મોંઘવારીના દરનું અનુમાન ઘટાડીને 2.8 ટકા કર્યું છે. અગામી નાણાંકીય વર્ષ(2019-20)ના પ્રથમ છ મહીનામાં મોંઘવારી દર 3.2થી 3.4 ટકા રહેવાની શકયતા છે. અગામી નાણાંકીય વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં મોંઘવારી દર 3.9 ટકા રહેવાનું અનુમાન કર્યું છે.