લાઇફ સ્ટાઇલ

ચહેરા પરની કરચલી દૂર કરવા કરો બસ આટલું

સુંદરતાને લઇને કેટલીક બ્યુટી ટ્રીટમેન્ટનો સહારો લે છે. જોકે કરચલી થવાની કોઇ ઉંમર નક્કી નથી હોતી. પરંતુ શ્યામ લોકોની તુલનામાં ગોરા લોકોને આ સમસ્યા ખૂબ જલદી થાય છે. આ સમસ્યા ઓછી ઉંમરમાં ચહેરા પર નજરે પડે તો ચિંતા થવા લાગે છે. માથા પર કરચલીઓ દેખાવવી વૃદ્ધાવસ્થા નહીં પરંતુ રોજ તનાવ અને થાક રહેવાની સાથે વધારે સમય તડકામાં રહેવાથી પણ કરચલી પડવા લાગે છે. જ્યારે માથાની ત્વચા પર કરચલીઓ નજરે પડે છે તો ચહેરો ખરાબ લાગે છે. તો આવો જોઇએ કેટલાક એવા ઘરગથ્થુ ઉપચાર જેનાથી કરચલીઓ દૂર કરી શકાશે.

ડાયેટ

ડાયેટમાં લીલા શાકભાજી તેમજ ફળ સામેલ કરો. જેમા પાલક , નારંગી અને દાડમ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.

ઓછું મીઠું ખાઓ

વધારે મીઠું ખાવાના કારણે ત્વચામાં પાણીની ઉણપ થઇ જાય છે અને આંખોની નીચે સોજા આવી જાય છે.જેથી એક દિવસમાં માત્ર 2.5 ગ્રામ જ મીઠાનું સેવન કરવું જોઇએ. ગ્રીન ટી પીઓ અને ગ્રીન ટી બેગને ક્યારેય ફેંકશો નહીં તેને આંખો પર રાખવાથી આંખની આસપાસના સોજા ઓછા થઇ જાય છે.

તે સિવાય તમે આઇસ ક્યૂબનો પણ પ્રયોગ કરી શકો છો. ડ્રાય ફ્રૂટ જેવા કે કાજૂ, બદામ ખાઓ કારણકે તેમા વિટામીન બી ભરપૂર પ્રમાણમાં રહેલા છે. જે ત્વચામાં ચમક લાવે છે. સાથે જ પૂરતા પ્રમાણમાં પાણી પણ પીઓ. જેથી ત્વચામાં ભેજ યથાવત રહે છે.

ગાજરના ફેસ માસ્કથી આવશે ચમક 

– ગાજર સુંદરતા વધારવાનું કામ કરે છે. તેમા ઘણાં બંધા પોષક તત્વ જેવા કે ગ્લૂકોઝ, વિટામીન એ,સી,ડી,ઇ, કે અને કેરોટીન રહેલા છે. જે શરીરની ત્વચાને સ્વસ્થ બનાવી રાખે છે.

 

– ગાજરને છીણીને તેનો ફેસ માસ્કની જેમ પણ ઉપયોગ કરી શકો છો. તેમા રહેલા વિટામીન કે ત્વચા પરના ઘા ભરવામાં ખૂબ ઉપયોગી માનવામાં આવે છે.

 

– તેમજ તેમા રહેલું વિટામીન એ ત્વચામાં ચમક લાવે છે સાથે જ ત્વચાને ટાઇટ બનાવે છે. જેનાથી કરચલીઓ પડતી નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button