અપરલિપ્સના વાળથી છૂટકારો મેળવવા અપનાવો ઘરગથ્થુ ઉપાય
મહિલાઓ માટે સૌથી મોટી પરેશાનીની વાત અપરલિપ્સના વાળ છે. એ તમારા સૌંદર્યમાં ડાઘ પાડે છે. જ્યારે હોઠને ખૂબસૂરત બનાવવા માટે તમે લિપસ્ટિક લગાવો છો ત્યારે આ અપર લિપના વાળને કારણે એ ભાગ કાળો લાગે છે. આપણે આ વાળ કાઢવા રોજ-રોજ બ્યુટી-પાર્લરમાં જઈ શકતા નથી. અપર લિપ માટે તમે કઈ પદ્ધતિ વાપરો છો એ પણ બહુ મહત્વનું છે. અપર લિપના વાળ માટે ક્યારેય શેવિંગ કરવું નહીં. એનાથી તમારા વાળ બહુ થિક આવશે અને ગ્રોથ પણ વધી જશે. એ સિવાય આજકાલ જે હેરરિમૂવર ક્રીમ આવે છે એ પણ ન વાપરવી. એનાથી તમારી સ્કિન કાળી થઈ જશે. બની શકે તો થ્રેડિંગ અથવા વેક્સિંગ જ કરવું. એ સિવાય અપર લિપના વાળનો તમે ઘરગથ્થુ ઉપાયથી પણ છુટકારો મેળવી શકો છો.’ તો આવો જાણીએ કયા ઘરગથ્થુ ઉપાયથી અપર લિપના વાળથી છુટકારો મેળવી શકાય છે.
ચણાનો લોટ
અપર લિપના વાળ ઓછા કરવા માટે ચણાનો લોટ સૌથી સારો ઓપ્શન છે. ચણાના લોટ સાથે હળદર અને બે ટીપાં મધનાં મિક્સ કરો. આ મિશ્રણને હોઠ પર લગાવો. એ પછી એ સુકાઈ જાય ત્યારે આંગળી ભીની કરીને ઘસવું. વાળનું જે ડાયરેક્શન હોય એની ઓપોઝિટ ડાયરેક્શનમાં ઘસવું. વાળ ધીરે-ધીરે ઓછા થતા જશે.
સાકર અને લીંબુ
વેક્સિનથી જો પેઇન થતું હોય તો સાકર અને લીંબુની પેસ્ટ દૂધમાં મિક્સ કરીને હોઠ પર લગાવો. એ પેસ્ટ સુકાય નહીં ત્યાં સુધી રાખો. સુકાઈ જાય પછી એને આંગળી ભીની કરીને ઘસીને કાઢવું. આ તમને ઇન્સ્ટન્ટ રિઝલ્ટ આપશે. આનાથી અપર લિપ લાઇટ થઈ જશે.
હળદર અને દૂધ
દૂધમાં હળદર મિક્સ કરીને પાતળી પેસ્ટ બનાવી લો. પછી આ પેસ્ટને વધારે માત્રામાં તમારા હોઠ પર લગાવો. આનાથી તમારા હોઠ ઉપરના વાળ ઓછા થઈ જશે. એ સિવાય તમે હળદરને પાણી સાથે પણ વાપરી શકો છો.