લાઇફ સ્ટાઇલ

હોઠ પરના અણગમતા વાળથી કાયમ માટે મેળવો છૂટકારો

યુવતીઓને હોઠ પર આવતા અણગમતા વાળને લઇને તેમના ચહેરાની સુંદરતા ફીકી પડવા લાગે છે. જેને દૂર કરવા માટે થ્રેડિંગ અને વેક્સિંગનો સહારો લેવો પડે છે. જેનાથી ખૂબ દુખાવો થાય છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો અને તેનાથી છૂટકારો મેળવવા માંગો છો તો બસ એક ઘરેલું નુસખાથી આ સમસ્યા દૂર કરી શકો છો. આ ઉપાય એક મહીના સુધી અઠવાડિયામાં બે વખત કરવાથી હોઠ પરના વાળ હંમેશા માટે ગાયબ થઇ જશે. તો આવો જોઇએ ઘરેલું ઉપાય..

 

સામગ્રી

1 નંગ ઇંડુ

1 ચમચી કોર્ન ફ્લાવર

1 ચમચી ખાંડ

 

 

પેસ્ટ બનાવવાની રીત

એક બાઉલમાં ઇંડાનો સફેદ ભાગ ઉમેરી ને બરાબર ફેટી લો. હવે તેમા ખાંડ અને કોર્ન ફ્લાવર ઉમેરીને બરાબર મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. હવે તેને અપર લિપ્સ પર લગાવો. જેનાથી વાળ જડમૂળથી કમજોર થઇને નીકળવા લાગે છે. ઇંડાનો સફેદ ભાગ બ્લીચની જેમ કામ કરે છે. તેનો નિયમિત રીતે ઉપયોગ કરવાથી વાળ બ્લીચ થઇને દેખાવવાનું બંધ થઇ જાય છે.

-આ પેસ્ટને કોઇ સ્ટિકની સાથે અપર લિપ્સ પર લગાવો અને તે સૂકાઇ ગયા બાદ તેને ધીમે-ધીમે ખેંચીને નીકાળી લો. આમ કરવાથી અણગમતા વાળ જડમૂળથી દૂર થઇ જશે.

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button