ભોજનનો સ્વાદ વધારવાની સાથે આ ગંભીર બીમારી કરે છે દૂર, કરો તજનું સેવન
ભોજનનો સ્વાદ વધારતો મસાલો તજ એ એક મસાલો જ નથી, એક ઔષધિ પણ છે. તજ કેલ્શિયમ અને ફાઇબરનો પણ એક સારો સ્રોત છે. તજ ડાયાબીટિઝને સંતુલિત કરવા માટે એક પ્રભાવી ઔષધિ છે માટે તેને ગરીબ વ્યક્તિનું ઇન્સ્યુલિન પણ કહે છે. તજ ભોજનનો સ્વાદ જ નથી વધારતું પણ તે શરીરમાં બ્લડ શુગરને પણ નિયંત્રણમાં રાખે છે. જે લોકોને ડાયાબીયિઝ નથી તેઓ પણ તેનું સેવન કરી ડાયાબીટિઝથી બચી શકે છે અને જેઓ ડાયાબીટિઝના દર્દી છે તેઓ આના સેવનથી બ્લડ શુગરને ઓછું કરી શકે છે.
એક રિસર્ચના મુજબ જમવાની વાનગીઓમાં જો ચપટીક તજનો ભૂકો ઉમેરવામાં આવે તો એ ખોરાકનો સ્વાદ તો વધારે જ છે. પરંતુ સાથો-સાથ એ પેટનું તાપમાન પણ બે ડિગ્રી સેલ્સિયસ ઘટાડી આપે છે. એટલે કે, પેટમાં થતી પાચન અને ત્યારબાદ ફર્મેન્ટેશનની પ્રક્રિયાથી અલ્સર જેવી વિવિધ પ્રકારની બીમારીઓથી તે બચાવે છે. તજ પેટનું તાપમાન ઘટાડીને પેટને લગતી તમામ તકલીફોને થયા પહેલાં જ ડામી દે છે. વળી એ પેટની અંદરની દીવાલને પણ નુકસાન થતું અટકાવે છે.
તમને જણાવી દઇએ કે, ડાયાબીટિઝ એક જોખમી રોગ ચોક્કસ છે, પણ તેના દર્દીઓ અનેક માર્ગો અપનાવી આ રોગ પર નિયંત્રણ મેળવી શકે છે. આમ ડાયાબીટિઝના રોગમાં તજ ખાવા અત્યંત ફાયદાકારક હોય છે. તજનું રોજ સેવન કરવાથી ડાયાબીટિઝને વધતુ અટકાવે છે અને સાથે-સાથે ડાયાબીટિઝના રોગીઓમાં તજ બ્લડ શુગરમાં ઘટાડો લાવે છે.