આયુર્વેદિક નુસખાથી ત્વચા પરના ડાઘને 15 દિવસમાં કરો દૂર
સુંદરતાને વધારવા માટે પહેલાના સમયથી યુવતીઓ અનેક પ્રકારના ઘરેલું ઉપાય અપનાવી રહી છે. પહેલાના સમયમાં આયુર્વેદિક રીતે ફેસપેક બનાવીને ત્વચામાં ચમક લાવવામાં આવતી નથી. કેમિકલ યુક્ત ક્રીમથી ત્વચાને કેટલાક નુકસાન પણ થઇ શકે છે. જો તમે કુદરતી રીતે ચમક મેળવવા માંગો છો તો તમે પણ સદીઓથી ઉપયોગમાં લેવાતા ઘરેલું નુસખાથી ફાયદો લઇ શકો છો. તો આવો જોઇએ કેવી રીતે આયુર્વેદિક ફેસપેકથી તમારી ત્વચાને ચમકીલી બનાવી શકાય છે.
ઉપયોગી સામગ્રી
હળદર પાઉડર, ચંદન પાઉડર, લાલ મસૂર દાળની પેસ્ટ, કેસર, ગુલાબજળ
રીત
સૌ પ્રથમ એક બાઉલ લો. તેમા અડધી ચમચી હળદર પાઉડર, અડધી ચમચી ચંદન પાઉડર મિકસ કરો. હવે બે ચમચી મસૂર દાળની પેસ્ટને તેમા ઉમેરી લો. ત્યાર પછી તેમા 8-10 કેસર ઉમેરી લો. હવે આ મિશ્રણમાં થોડૂંક ગુલાબજળ ઉમેરીને તેને બરાબર મિક્સ કરીને તેની પેસ્ટ બનાવી લો. આ પેકને ચહેરા પર 20 મિનિટ માટે લગાવી રાખો અને ઠંડા પાણીથી ધોઇ લો. સતત એક મહીનો આ પેકનો ઉપયોગ અઠવાડિયામાં બે વખત કરી શકો છો.