દવા વગર આ ઘરગથ્થુ ઉપચારથી દૂર કરો સોજા
ખાસ કરીને આજકાલ લોકો શરીરના અનેક અંગમાં સોજા આવવાની ફરિયાદ કરતા રહે છે. ત્યારે સોજાના કારણે ઘણી વખત તેઓ કોઇ કામ કરી શકતા નથી. તો કેટલીક વખત તો તે લોકોને દવાની પણ કોઇ અસર થતી નથી, શરીરમાં સોજા આવવા પાછળના અનેક કારણો હોય છે. પરંતુ તમને પણ વારંવાર શરીરમાં સોજા આવતા હોય તો આજે અમે ઘણા ઘરગથ્થુ ઉપાયો લાવ્યા છીએ. જેની મદદથી તમે આ મુશ્કેલી દૂર કરી શકો છો.
આ છે સોજા દૂર કરવાના સહેલા ઉપાય
– લવિંગ વાટી તેનો લેપ સોજા ઉપર ચોપડવાથી સોજો ઊતરે છે.
– રાઈ અને સંચળ વાટીને લેપ કરવાથી સોજો ઊતરે છે.
– તાંદળજાના પાનનો લેપ કરવાથી સોજો મટે છે.
– ધાણાને લોટની સાથે મેળવી તેનો લેપ કરવાથી સોજો મટે છે.
– આમલીનાં પાન અને સિંધવ-મીઠું વાટી તેનો ગરમ લેપ સોજા પર કે ઝલાઈ ગયેલા સાંધા પર ચોપડવાથી સોજો ઊતરે છે.
– મૂઢમાર કે મચકોડાયેલા હાડકાં પર આમલીને આવળાનાં પાનનો લેપ કરી લગાડવાથી સોજો ઊતરે છે.
– હળદર અને કળી ચૂનાનો લેપ કરવાથી મૂઢમારનો સોજો ઊતરે છે.
– વાગવાથી કે મચકોડાવાથી આવેલો સોજો હળદર અને મીઠાનો લેપ કરવાથી મટે છે.
– તલ અને મૂળા ખાવાથી સોજો મટે છે.