સ્ટ્રેચ માર્ક્સ સહિત ખરતા વાળની સમસ્યા થશે ગાયબ
ખાસ કરીને મહિલાઓ તેમની સુંદરતાને લઇને ચિંતીત રહે છે કેટલીક વખત મહિલાઓ ખરતા વાળ, સ્ટ્રેચ માર્ક્સ, ખીલ સહિતની સમસ્યાથી પરેશાન રહે છે. પરંતુ આજે અમે તમારા માટે કેટલાક ઉપાય લઇને આવ્યા છે. નારિયેળ તેલનો ઉપયોગ સદીઓથી બ્યૂટી ટ્રીટમેન્ટમાં કરવામાં આવી રહ્યો છે. તેમાં રહેલાં એન્ટીઓક્સીડેન્ટ્સ અને વાળ બંને માટે વરદાન સમાન છે. આ સિવાય તે બેસ્ટ મેકઅપ રિમૂવરનું પણ કામ કરે છે અને સ્કિનને મોઈશ્ચરાઈઝ પણ કરે છે. જેથી આજે અમે તમને જુદી-જુદી સમસ્યામાં નારિયેળ તેલના બેસ્ટ ફાયદા અને ઉપયોગ જણાવીશું.
– શિયાળામાં વાળ ડ્રાય અને બેજાન લાગે છે તો નારિયેળ તેલમાં 2 ચમચી મેથી દાણા અને 2 ચમચી ડ્રાય લીમડાના પાન નાખીને 10 મિનિટ ગરમ કરો. પછી તેને ગાળીને આ તેલ રોજ સ્કેલ્પમાં લગાવો.
– રોજ નારિયેળ તેલને નવશેકું ગરમ કરીને સ્ટ્રેચ માર્ક્સવાળી જગ્યાએ લગાવો. આવું નિયમિત કરવાથી માર્ક્સ દૂર થવા લાગશે.
– 2 ચમચી નારિયેળ તેલમાં 1 ચમચી સિંધાલૂણ મીઠું મિક્સ કરીને પગ પર સ્ક્રબ કરો. આ બેસ્ટ એક્સફોલિએટરનું કામ કરશે. તેનાથી પગની સુંદરતા પણ વધશે.