બ્યુટી

ડાઘ-ધબ્બા દૂર કરવા બેસ્ટ છે આ ફેસપેક, ઘરે જ બનાવો

 

યુવતીનું સપનું હોય છે કે તેનો ચહેરો ચમકદાર અને સ્પોટલેસ હોય. જો કે આવો ચહેરો મેળવવા માટે હવે તમને કોઈ પાર્લર જવાની જરૂર નથી કારણ કે આજે અમે તમને ફૂલ જેવો સુંદર ચહેરો મેળવવા માટે ચમેલી અને દહીંનું Face Pack બનાવવાની રીત બતાવીશું જેને તમે ઘરે જ તૈયાર કરી શકશો. ચમેલી અને દહીંના ફેસ પેકને લગાવવાથી ચહેરા પરથી ડેડ સ્કિન નીકળી જશે અને ચહેરા પર ગ્લો આવશે.

સામગ્રી

1 ચમચી દહીં
1 ચમચી ખાંડ
1 મુઠ્ઠી ચમેલીના ફૂલની પેસ્ટ

 

રીત
ઉપર દર્શાવેલી સામગ્રીઓને એક બાઉલમાં લઇને મિક્સ કરી દો. ત્યારબાદ તેને 10-15 મિનીટ સુધી ચહેરા પર લગાવીને રહેવા દો. પેસ્ટ સુકાઈ ગયા બાદ ચહેરાને ગરમ પાણી વડે ધોઈ લો. પછી ટોવેલની મદદથી ચહેરો થપથપાવીને લૂછી લો. આ ફેસપેકની મદદથી તમારી ત્વચા ચમકશે અને ચહેરા પરથી ડાઘ-ધબ્બા, કરચલીઓ વગેરે દૂર થઇ જશે. દહીને ત્વચા પર લગાવવું સૌંદર્ય માટે ફાયદામંદ સાબિત થાય છે કારણકે આ ત્વચા પર એક પ્રાકૃતિક મોશ્ચયુરાઈઝરની જેમ કામ કરે છે. અને ત્વચાને ચમકદાર અને કાંતિવાન પણ બનાવે છે.

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button