15 દિવસમાં દૂર થશે ત્વચા પરની મસાની સમસ્યા, આ છે સહેલા ઉપાય
ખાસ કરીને લોકો તેમના ચહેરા પર થતાં મસાથી પરેશાન રહે છે. આ મસા દૂર કરવા અવનવી ટ્રીટમેન્ટ કરાવે છે. પરંતુ ફરક જોવા મળતો નથી. જોકે આજે અમે તમારા માટે કેટલાક એવા ઘરેલું ઉપાય લઇને આવ્યા છીએ જેની મદદથી તમે આ સમસ્યાને દૂર કરી શકો છો. તો આવો જોઇએ કયા તે સહેલા અને ઘરગથ્થુ ઉપચાર છે.
બટાકા
મસાને દૂર કરવા માટે તમારા માટે બટાકા પણ એટલા મદદરૂપ છે. એનાં માટે સૌ પ્રથમ તમે બટાકાને છોલીને તેની પેસ્ટ તમારા મસા પર લગાવો. આવું કરવાથી તમારા મસા જલ્દીથી દૂર થઇ જશે.
કેળાંની છાલ
મસા દૂર કરવામાં કેળાની છાલ સૌથી મહત્વનો ભાગ ભજવે છે. કેળાની છાલમાં ઓક્સીકરણ રોધી તત્વ મળી આવે છે કે જે મસાને દૂર કરવામાં મદદ કરે છે. મસાને દૂર કરવા માટે કેળાંની છાલને તમારા મસા ઉપર રાતભર લગાવી રાખો. આવું કરવાથી એક રાતમાં જ તમે તમારા મસાની પરેશાનીથી છુટકારો મેળવી શકો છો.
ઘી અને ચૂનો
કેળાંની છાલ અને બટાકા ઉપરાંત પણ મસાને દૂર કરવા માટે હજી એક નુસખો છે કે જેમાં ચૂનો અને ઘી ખૂબ અગત્યનાં છે. મસા દૂર કરવા માટે આપે ઘી અને ચૂનાને બરાબર માત્રામાં તેને મિક્ષ કરી લો. ને બાદમાં તેને મસા પર લગાવવામાં આવે તો તેનો જડમાંથી જ નાશ થઇ જાય છે. ઉલ્લેખનીય છે કે ઉપર જણાવેલ તમામ ઉપાય કરવાથી મસા જડમૂળમાથી દૂર થઇ જશે અને તમારી ચામડી પણ વધુ કોમળ બની જશે. પરંતુ તેમ છતાં આપ લોકો તબીબની મદદ પણ લઇ શકો છે.