લાઇફ સ્ટાઇલ

નાનકડા ઉપાયથી આંખની નીચેના ડાર્ક સર્કલ કરો ગાયબ

ખાસ કરીને આજની વ્યસ્ત લાઇફસ્ટાઇલના કારણે દરેક મહિલાઓ તેમની સુંદરતા પર ધ્યાન આપી શકતી નથી. જેમાથી એક આંખ નીચે પડતા કાળા કૂંડાળા છે. કેટલીક વખત મહિલાઓ તેમની આ સમસ્યાને દૂર કરવા માટે સતત બજારમાં મળતી કેટલીક બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કરતી હોય છે. પરંતુ તેનાથી કોઇ ફરક પડતો નથી. તો આજે અમે તમારા માટે એક નાનકડો ઉપાય લઇને આવ્યા છીએ. જેની મદદથી તમે આંખની નીચેના ડાર્ક સર્કલ દૂર કરી શકો છો. તો આવો જોઇએ તે કયો ઉપાય છે. 

 

સામગ્રી

25 મિલી બદામનું તેલ

1 કેપ્સૂલ વિટામીન ઇ

4 ટીંપા લવેન્ડર ઓઇલ

4 ટીંપા કેરેટ ઓઇલ

 

બનાવવાની રીત

1 આંખની નીચે થતા કાળા કુંડાળા છુટકારો મેળવવા માટે સૌ પ્રથમ એક બાઉલમાં 25 મિલી બદામનું તેલ, એક કેપ્સુલ વિટામીન-ઈ, 4 ટીંપા લેવેંડર ઓઈલ, 4 ટીંપા કૈરેટ ઓઈલ આ બધાને મિક્સ કરીને મુકી રાખો. 

2 હવે દરરોજ દિવસમાં બે વખત આંખની નીચે હલકાં હાથે માલીશ કરો. તેનાથી થોડાક જ દિવસમં તમને ફરક પડી જશે.

3 સતત થોડાક દિવસમાં આ ઉપાય કરવાથી તમારી આંખની નીચેના કાળા ડાઘથી કાયમ માટે છૂટકારો મળી શકે છે. 

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button