કાળા પડી ગયેલા હાથને બનાવો ધોળા દૂધ જેવા
સુડોળ, પાતળા અને લાંબા હાથ સુંદરતાની નિશાની ગણાય છે. સ્થૂળ અને ચરબીવાળા હાથ સુંદરતાને નષ્ટ કરી નાખે છે. જે રીતે સુડોળ શરીર સુંદરતામાં વધારો કરે છે એ જ રીતે જો તમારા હાથ સુડોળ હોય તો તે પણ તમારી સુંદરતા વધી જાય છે. એટલે જ તમારે તમારા હાથ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. ત્યારે જાણી લો તમે પણ એવી કેટલીક ટિપ્સ કે જેનાથી તમારા હાથ બીજાબધાના હાથ કરતા દેખાવમાં લાગશે સુંદર
– હાથની સુંદરતામાં સૌથી મહત્વનું સ્થાન કોણીનું છે. આ ભાગ હંમેશાં ધ્યાન પર રહે છે. ત્યાં મેલ જામી જતો હોવાથી કોણીની ત્વચા કડક બની જાય છે. આ ભાગ પર ન્હાતાં પહેલાં સાબુના ફીણ બનાવીને તેમાં સરસિયું ઉમેરી હળવા હાથે લગાવો. થોડી વાર રહેવા દઇ પછી રૂંછાવાળા ટુવાલથી સાફ કરી લો. આ રીતે રોજ કરવું. છ-સાત દિવસમાં કોણી સ્વચ્છ થઇ જશે.
– આ સિવાય લીંબુના એખસરખા ભાગ કરીને કોણી પર 10 મિનિટ ઘસો. આનાથી પણ કોણીની સફાઇ થઇ જશે.
– કોણીને સાફ કર્યા પછી તે ભાગ પર મોઇશ્વરાઇઝર જરૂરથી લગાવો.
– હાથની ત્વચાની શુષ્કતા દૂર કરવા માટે ઓલિવ ઓઇલથી માલિશ કરો.
– હાથની ત્વચા પર ટામેટાંનો રસ, લીંબુનો રસ અને કાચું દૂધ ભેળવીને માલિશ કરો. આનાથી રંગ પણ ઉઘડશે.
– જો હાથ વધારે પ્રમાણમાં પાતળા હોય તો ઓલિવ ઓઇલ અથવા બદામના તેલથી માલિશ કરવી.
– જાડા અને ચરબીવાળા હાથ માટે પણ આ બંને તેલની માલિશ ફાયદાકારક છે. માલિશ કરવાથી ચરબી ઓગળે છે અને લોહીનું પરિભ્રમણ પણ સારી રીતે થાય છે.
– આ સાથે હાથની સુંદરતા માટે બગલની સ્વચ્છતા પણ ખૂબ જરૂરી છે. વેક્સિંગ દ્વારા હાથ, બાજુ અને બગલની સફાઇ કરવી અને જો વધારે પરસેવો થવાની ફરિયાદ રહેતી હોય તો ડીઓડ્રન્ટનો ઉપયોગ કરો.
– ગ્લિસરીન, લીંબુ અને ગુલાબજળ ભેળવીને રાખો. રોજ રાત્રે સૂતાં પહેલાં હાથ પર લગાવી દો. આનાથી ત્વચાનો રંગ ઉઘડશે અને શુષ્કતા પણ દૂર થશે.
– જો તમને સ્લિવલેસ વસ્ત્રો પહેરવાનો શોખ હોય તો હાથની સુંદરતા પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે.