ખોડો થવાની સમસ્યા દૂર કરવા માટે ધ્યાનમાં રાખો આ વાતો
ખોડો એક સામાન્ય પ્રક્રિયા છે જે માથાના ઉપરના ભાગની ત્વચાના મૃત સેલ્સને કારણે ઉત્પન્ન થાય છે. આ થોડાક સમય બાદ જાતે જ સરખી થાય જાય છે. આ રીતે જુની ત્વચાનું ઉતરી જવું અને નવી ત્વચાનું આવવું એક સામાન્ય પ્રક્રિયા ચાલતી રહે છે. પરંતુ આ પ્રક્રિયા વધારે માત્રામાં થવા લાગે છે ત્યારે સમસ્યાનુ રૂપ લઈ લે છે જેને ખોડાની સમસ્યા કહેવાય છે.
* ધ્યાન રાખો માથાની વધારે પડતી માલિશ ન કરો. કેમકે વધારે પડતી માલિશ અને ગરમ પાણીથી વાળમાં વધારે ચીકાશ થાય છે. વાળને નવશેકા પાણીથી ધુઓ. તમે કોઈ મેડિકેટેડ શેમ્પુનો પણ પ્રયોગ કરી શકો છો. તણાવમુક્ત રહો અને સંતુલિત આહાર લો.
* દિવસમાં ઓછામાં ઓછા આઠ કલાક અવશ્ય ઉંઘ લો. ખાવામાં સલાડ, તાજા ફળ અને બાફેલા કઠોળનો વધારે ઉપયોગ કરો. દિવસમાં ઓછામાં ઓછા આઠથી દસ ગ્લાસ પાણી પીવો.
* વાળની સફાઈ કરતાં પહેલાં વાળની પ્રકૃતિને અનુરૂપ શેમ્પુનો ઉપયોગ કરો.
* વાળને પ્રાકૃતિક રીતે સુકાવા દો. તેના માટે અન્ય કોઈ સાધનોનો ઉપયોગ ન કરશો.
* ખોડો ફુડ એલર્જીનું સામાન્ય લક્ષણ છે તેથી તેની જાણ કરો જે તમારા ખોડાનું કારણ છે.