લાઇફ સ્ટાઇલ

નાક પરના બ્લેકહેડ્સ ઘરગથ્થુ ઉપચારથી કરો દૂર 

યુવક-યુવતીઓને મોટાભાગે સતાવતી કોઈ સમસ્યા હોય તો તે છે બ્લેકહેડ, બ્લેકહેડના થવાથી ચેહરા પર ઉદાસીનતા છવાય જાય છે. બ્લેકહેડનુ કારણ પેટની ખરાબી, ખોરાકની અનિયમિતતા, પૌષ્ટિક તત્વોની કમી અને પ્રદૂષણ જેવા અનેક કારણો જવાબદાર છે. અહી અમે તમને ખીલ કે ત્વચા પરના કાળા ડાધ દૂર કરવાના કેટલાક ઘરેલુ ઉપાયો બતાવી રહ્યા છે 

– બ્લેકહેડથી છુટકારો મેળવવા માટેનો સૌથી સરળ ઉપાય છે સિંધાલૂણ અને મધ. સિંધાલૂલ અને મધની પેસ્ટ બનાવી તેને સારી રીતે તમારા નાક અને તેની આસપાસના હિસ્સા પર લગાવો. 4-6 મિનિટ સુધી આ પેસ્ટથી સ્ક્રબ કરો અને પછી ઠંડા પાણીથી ચહેરો ધોઇ લો. ચહેરો ડ્રાય ન થાય તે માટે તેની પર ક્રીમ લગાવી લો.

– બેકિંગ સોડા એક પ્રકારના પ્રાકૃતિક અવયવોમાંનો એક છે જે બ્લેકહેડ અને મૃત કોષોને દૂર કરવામાં કારગર છે. આનો પ્રયોગ કરવા માટે સૌથી પહેલા પાણીમાં થોડા બેકિંગ સોડા મિક્સ કરો અને તેનાથી તમારા ચહેરાને 2-3 મિનિટ સુધી રગડો તેને 1 મિનિટ સુધી ચહેરા પર રહેવા દો. બેકિંગ સોડાને ક્યારેય ચહેરા પર 1 મિનિટ કરતા વધુ સમય રાખી ન મૂકશો.

– ચહેરા પર જવનો લોટ અને સિંધાલૂણને મધમાં મિક્સ કરી લગાવો. જો તમારી ત્વચા શુષ્ક છે તો આ મિશ્રણમાં થોડું ઓલિવ ઓઇલ મિક્સ કરો.

– લીંબુ માત્ર ચહેરો સાફ જ નથી કરતું પણ તે એક પ્રકારનું પ્રાકૃતિક બ્લીચ પણ છે. લીંબુના કાપેલા ટૂકડા પર થોડું સિંધાલૂણ છાંટીને 3-4 મિનિટ સુધી ચહેરાનું સ્ક્રબિંગ કરો અને જ્યારે સ્ક્રબ થઇ જાય ત્યારપછી ચહેરાના 3-4 મિનિટ સુધી એમ જ રહેવા દો. બાદમાં ચહેરાને હુંફાળા પાણીથી ધોઇ લો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button