મોબાઇલ એન્ડ ટેક

Oppoના આ સ્માર્ટફોનની કિંમતમાં થયો ઘટાડો, જાણો કિંમત 

Oppoનો ફોન ઉપયોગ કરો છો તો તમારા માટે ખાસ સમાચાર છે. કંપનીએ તેના ત્રણ શાનદાર સ્માર્ટફોન જોવા કેOppo F9 અને Oppo F9 Proની પ્રાઈસ વેલ્યૂ રૂ.2000 જેટલી ઘટાડી નાંખી છે. Merry Christmas અને ન્યૂ યર  2019  Special Offer હેઠળ આ ઓફર એક મહીના માટે એટલે કે 31મી જાન્યુઆરી સુધી આપવામાં આવી રહી છે.

Oppo F9ની વાત કરીએ તો આ ફોન હવે બદલાયેલી કિંમતમાં 16,990 રૂપિયામાં મળી રહ્યો છે. જો તેના ફિચર્સ  વિશે વાત કરીએ તો Oppo F9 ત્રણ કલર વેરિએન્ટ્સમાં મળશે જેમાં સનરાઇઝ રેડ, ટ્વિલાઇટ બ્લૂ અને સ્ટેરી પર્પલ કલરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ડ્યુઅલ રેર કેમેરા આપવામાં આવ્યા છે. આ દમદાર ફોનમાં એક કેમેરા 16 મેગાપિક્સલ અને બીજો 2 મેગાપિક્સલનો જ્યારે ફ્રન્ટ કેમેરા 25 મેગાપિક્સલનો છે. બેક પેનલ પર જ ફિંગરપ્રિન્ટ સેન્સર જોવા મળે છે. સાથે જ iPhone Xની જેમ જ કટ-આઉટ પણ છે. ફોનમાં યૂએસબી ટાઇપ ચાર્જિંગ પોર્ટ, 3.5 એમએમનો હેડફોન જેક તથા VOOC ફ્લેશ ચાર્જિંગ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. આ ફ્લેશ ચાર્જિંગને લઇને કંપનીનું કહેવું છે કે 5 મિનિટની ચાર્જિંગમાં 2 કલાક સુધીનું બેટરી બેકઅપ મળશે. Oppo F9માં એન્ડ્રોઇડ ઑરિયો 8.1ની સાથે 6.3 ઇંચની ફુલ એચડી ડિસ્પ્લે મળશે. આ ઉપરાંત તેમાં 2.0HHzનું મીડિયાટેક હિલિયો પી60 ઓક્ટાકોર પ્રોસેસર, 4જીબી રેમ તથા 64 જીબીની સ્ટોરેજ મળશે. જેને મેમરી કાર્ડ દ્વારા એક્સપાન્ડ કરી શકાશે. ફોનમાં 3500mAhની બેટરી અને કૉર્નિંગ ગોરીલા ગ્લાસ 6નું પ્રોટેક્શન મળશે. 

Oppo F9 Proના ફિચર્સ વિશએ વાત કરીએ તો 6.30 ઇંચ સ્ક્રીન કદ, મીડિયાટેક હેલ્લીઓ, પી 60 પ્રોસેસર, 6 જીબી રેમ, 64 જીબી ઇન્ટરનલ મેમરી, 25 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા, એન્ડ્રોઇડ ઓરિઓ ઓપરેટિંગ સપોર્ટ, 3500 MAH બેટરી તમને મળશે. આમાં તમને  LTPS IPS એલઇડી ડિસ્પ્લે મળશે, જે 6.30 ઇંચની છે અને તેમાં તમને મલ્ટિ ટચની સુવિધા પણ આપવામાં આવી છે. ડિસ્પ્લેની રિઝોલ્યુશનની વાત કરીએ તો તેમાં તમને 1080 X 2340 પિક્સેલ્સ એક જબરદસ્ત ડિસ્પ્લે મળશે. આ સ્માર્ટફોન તમને Notch ડિસ્પ્લે સાથે મળી શકે છે. આ સુંદર સ્માર્ટફોનની બહેતર ડિસ્પ્લેનું રક્ષણ “કોર્નિંગ ગોરિલ ગ્લાસ 6” કરશે. જેના માટે પ્રોટેક્શન લેયર મળશે. આ ફોનમાં તમને બે રીઅર કેમેરા મળે છે. 16 મેગાપિક્સલ + 2 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો આ ફોનમાં આપવામાં આવ્યો છે. જેમાં તમને પોટ્રેટ મોડ અને એચડીઆર મોડ બેક કેમેરો સાથે તમને એલઆઈડી ફ્લેશ લાઇટ આપવામાં આવી છે.  

આમાં તમે ઓક્ટા કોર પ્રોસેસર મેળવશો જે MediaTek 6771 Helio P60, ની છે. તેમાં તમને Z72 ગ્રાફિક્સ મળશે. 6 જીબી રેમ, અને 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આ સ્માર્ટફોન તમને મળશે. જો તમે ઇચ્છો તો ઇન્ટરનલ મેમરીને વધારીને 128 જીબી સુધી કરી શકો છો. આ ફોનમાં તમને 3500 MAHની એક ફાસ્ટ ચાર્જિંગ બેટરી મળશે. જે તમને આખા 1 દિવસ સુધી ચાર્જિંગથી દૂર રાખશે, તેમાં તમે પ્રોટેક્શન અને પ્રાઇવેસી માટે ફિંગરપ્રિન્ટ સેન્સર અને ફેસ અનલોક સેન્સર પણ મળશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button