અમદાવાદ

વિદ્યાર્થીઓમાં પ્રેક્ટીકલ કૌશલ્યોને વધુ મહત્ત્વ આપવા જીટીયુ તરફથી ભલામણ

કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા યોજવામાં આવેલા વર્કશોપમાં લેટેસ્ટ ટેકનોલોજીના ઉપયોગ પર ભાર

  વિદેશની જેમ ભારતમાં પણ પ્રોફેશનલ કોર્સ કરનાર વિદ્યાર્થીઓના પ્રેક્ટીકલ કૌશલ્યો વિકસાવવાની બાબતને વધુ મહત્ત્વ આપવા ગુજરાત ટેકનોલોજીકલયુનિવર્સિટી (જીટીયુ) તરફથી ભલામણ કરવામાં આવી છે.

 કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા દિલ્હીમાં યોજવામાં આવેલા રાષ્ટ્રીય  વર્કશોપમાં જીટીયુના ઈન્ચાર્જ રજીસ્ટ્રાર ડૉ. એસ. ડી.પંચાલ અને ઈન્ચાર્જ પરીક્ષા નિયામક ડૉ.જે.સી.લિલાણીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. વર્કશોપમાં 13 રાજ્યોની કુલ 52 યુનિવર્સિટીના રજીસ્ટ્રારો, પરીક્ષા નિયામકો, ડીન અને ડિરેક્ટર સહિતના અગ્રણીઓ ઉપસ્થિતરહ્યા હતા. જીટીયુ  વતી ડૉ.પંચાલે પ્રેઝન્ટેશન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આપણા દેશમાં શિક્ષણ જગતમાં લેટેસ્ટ  ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવાની જરૂર છે. તેમુદ્દાની વધુ છણાવટ કરતા તેમણે વાઈસ ચાન્સેલર પ્રો. (ડૉ) નવીન શેઠના માર્ગદર્શન હેઠળ જીટીયુની પરીક્ષા વ્યવસ્થા અંતર્ગત કાર્યરત ઈ-મૂલ્યાંકન સિસ્ટમ તથા પ્રશ્નપત્રોનીઓનલાઈન ડિલીવરી સિસ્ટમનું ઉદાહરણ આપ્યું હતું.

 તેમણે એવું સૂચન કર્યું હતું કે પ્રોફેસરોને વધારે પડતા વહિવટી કામો આપવાનું અટકાવી તેઓને શિક્ષણની ગુણવત્તા બહેતર બને તે હેતુસર વધુ સત્તા આપવી જોઈએ. રિસર્ચને પણભણાવવાના કાર્ય તરીકે ગણવામાં આવે એવી વ્યવસ્થા કરવી જોઈએ. સ્ટાર્ટ અપ ઈકો સિસ્ટમ વિકસાવવા અને પેટન્ટ અંગેની પ્રવૃતિઓને તેની સાથે આવરી લેવાનું સૂચન પણતેમણે કર્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button