Site icon Time News

અમદાવાદના નિકોલમાં બેફામ BMW ચાલકે AMTS બસ સ્ટેન્ડને મારી ટક્કર અને રિક્ષાને ફંગોળી

અમદાવાદના નિકોલ વિસ્તારમાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં પૂરપાટ ઝડપે આવી રહેલી એક BMW કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા રસ્તાના કિનારે આવેલા AMTS બસ સ્ટેશનને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે બસ સ્ટેન્ડની પાસે ઉભેલી એક રિક્ષા પણ તેની ઝપેટમાં આવી ગઈ હતી અને તેનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને અકસ્માતને કારણે રિક્ષા તેમજ બસ સ્ટેન્ડના લોખંડના માળખાને ભારે નુકસાન પહોંચ્યું હતું. સદનસીબે આ ઘટનામાં મોટી જાનહાનિ ટળી છે કે કેમ તે અંગે વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.

AAP હવાલા કાંડ? દિલ્હીથી સુરત કરોડોની કેશ ટ્રાન્સફર ચૂંટણી પહેલા ફંડિંગનો મોટો ખેલ!-https://www.instagram.com/reel/DXWFXKVDsCG/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: રાજસ્થાનમાં દેશની સૌથી મોટી તેલ રિફાઇનરીમાં મોટી દુર્ઘટના, PM MODI કરવાના હતા લોકાર્પણ

Exit mobile version