આ રીતે બનાવશો આલુ પરાઠા તો સ્વાદ થશે બમણો
સામગ્રી
300 ગ્રામ બટાકા
4 થી 5 નંગ લીલા મરચાં
1/2 કપ સમારેલી કોથમીર
1 ચમચી વરિયાળી
1/2 ચમચી અજમો
1 ચમચી ખાંડ
1 લીંબુનો રસ
1 ચપટી હળદર
મીઠું સ્વાદાનુસાર
2 કપ ઘઉંનો લોટ
મીઠું સ્વાદાનુસાર
તેલ મોણ માટે
રીત
-સૌપ્રથમ બટાકાને બાફીને છોલી લો.
-હાથથી મસળી લો.
-તેમા સમારેલાં લીલા મરચાં, વરિયાળી, અજમો, ખાંડ, લીંબુનો રસ, કોથમીર અને સ્વાદ મુજબ મીઠું તેમજ હળદર નાખીને મસળી લો.
-હવે ઘઉંના લોટમાં મીઠું નાખીને મધ્યમ લોટ બાંધી લો.
-એક લુઓ બનાવી નાની પૂરી વણો તેમા બટાકાનો તૈયાર મસાલો થોડો ભરીને દબાવી દો અને તેને હલકાં હાથે રોટલી જેટલો વણી લો.
-જેટલો મસાલો વધુ ભરશો તેટલો સ્વાદ સારો લાગશે.
-આ પરાઠાને ગરમ તવા પર નાખો અને તેલ અથવા ઘીથી શેલો ફ્રાય કરો. તેને હવો બદામી રંગનો શેકાવા દો.
-આ રીતે બધા આલૂના પરાઠાં બનાવી લો.
-આ પરાઠાંને સોસ,લીલી ચટણી, દહીં અને બટર સાથે સર્વ કરો.