વિવાદ બાદ દરેક મુદ્દા પર સરકારથી ચર્ચા કરશે RBI ગવર્નર
ભારતીય રિઝર્વ બેંકના નવા ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે બેંકના કેન્દ્રીય નિદેશક મંડળને વિશ્વાસ અપાવ્યો કે તે જલદી સમાધાન માટે સંચાલન અને કેપિટલ મેનેજમેન્ટ પર થયેલી ચર્ચાને લઇને સરકારની સાથે વિચાર-વિમર્શ કરશે. સુત્રોએ કહ્યું કે બેઠકની અધ્યક્ષતા કરી રહેલા દાસે આરબીઆઇમાં શીર્ષ સ્તર પર પરેશાનીનો મુદ્દા સહિત ચર્ચાના દરેક મુદ્દાઓને સાંભળ્યા.
આ મામલાથી જોડાયેલા સુત્રોએ કહ્યું કે આશરે ચાર કલાક સુદી ચાલેલી નિદેશક મંડળની બેઠક શાંત અને સૌહાર્દપૂર્ણ રહી. જોકે, તેમને આ સ્પષ્ટ કર્યું નથી કે કાય મુખ્ય મુદ્દાઓનો ઉકેલ લાવવાનો છે. માનવામાં આવી રહ્યું છે કે રિઝર્વ બેંકની પાસે ઉપલબ્ધ 9.6 લાખ કરોડ રૂપિયાની વધારે કેપિટલના હંસ્તાતરણને લઇને સરકારથી વિવાદ ચાલી રહ્યો છે. તે સિવાય ત્વરિત સુધારત્ક કાર્યવાહીની રૂપરેખા અંતર્ગત રાખવામાં આવેલા બેંકો પર કડક પ્રતિબંધ પર બન્ને પક્ષોમાં ગતિરોધ છે.
આરબીઆઇએ 21 સરકારી બેંકોમાંથી 11 ને પીસીએ હેઠળ રાખ્યા છે. સુત્રો કહ્યું કે સંભાવના છે કે જાન્યુઆરી મધ્યમાં થનારી આગામી બેઠકમાં નિદેશક મંડળ સમક્ષ એક ઔપચારિક પ્રસ્તાવ લાવવામાં આવશે. તેમણે ક્હયું કે નિદેશક મંડળ આગામી બેઠકથી પહેલા કોઇ નિષ્કર્ષ પર પહોંચી શકે છે.