Business

RBIએ આ બેન્ક પર આગામી 6 મહિના સુધી 1000 રૂપિયાથી વધુ પૈસા કાઢવા પર રોક

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI) ભારતની કેન્દ્રીય બેંક છે જે દેશના ચલણ અને બેંકોના વ્યવહાર પર નજર રાખે છે. આરબીઆઈના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દોષી બેંકો વિરુદ્ધ કેન્દ્રીય બેંક યોગ્ય કાર્યવાહી કરવાનો અધિકાર પણ ધરાવે છે. જ્યારે હવે એવી એક બેંક આરબીઆઈના કડક વલણનો સામનો કરી રહી છે.

પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ(PMC) બેંક પર આરબીઆઈએ કેટલીક પાંબદીઓ લગાવી છે. નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ આરબીઆઈએ પીએમસીથી આગામી 6 મહિના સુધી 1000 રૂપિયાથી વધુ પૈસા કાઢવા પર રોક લગાવી છે. આરબીઆઈના આ આદેશથી બેંકના ખાતાધારકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

મીડિયા રિપોર્ટ મુજબ આરબીઆઈના નિર્દેશો મુજબ જમાકર્તા બેંકમાં તેના સેવિંગ, કરંટ અને અન્ય કોઈ ખાતામાંથી 1000 રૂપિયાથી વધારે રકમ કાઢી નહીં શકે. ઉપરાંત આરબીઆઈના આગામી આદેશ સુધી બેંકને કોઈ પણ લોન આપવા, આગામી મૂડી આપવા અથવા રીન્યૂ કરવા, કોઈ પણ પ્રકારનું રોકાણ કરવા, ફ્રેશ ડિપોઝીટ સ્વીકાર કરવા વગેરે પર રોક લગાવી છે. મીડિયા રિપોર્ટ મુજબ પીએમસી બેંકના એમડી જોય થોમસે કહ્યું કે,‘‘અમને આરબીઆઈના નિયમોના ઉલ્લંઘનનો અફસોસ છે અને આ કારણે અમારા ગ્રાહકોને 6 મહિના સુધી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. જોકે અમે છ મહિના પહેલા અમારી ખામીઓને દૂર કરવાનો પ્રયત્ન કરીશું.’’ આ સિવાય તેમને બેંકના ગ્રાહકોને આ પરિસ્થિતિઓમાંથી જલ્દી બહાર આવવાનો વિશ્વાસ દાખવ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button