રેશનકાર્ડની દુકાનના કમિશનની વધારાની માંગણીને લઇને ઉગ્ર આંદોલનની ચીમકી
ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિયેશન દ્વારા આજે સ્વર્ણિમ સંકુલ 1 ખાતે આવેદન આપવામાં આવ્યું હતું. રેશનકાર્ડની દુકાનના કમિશનની વધારાની માંગણી માટે ઉગ્ર રજુઆત કરી આવેદન આપ્યા બાદ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ કડક શબ્દોમાં સરકારની ઝાટકણી કરતા પ્રેસ વાર્તા સંબોધી હતી અને જણાવ્યું કે સરકાર અમારી પડતર માંગણી અંગે કોઇ પગલાં લઇ રહી નથી.
સરકારે 2017ની વિધાનસભા ચૂંટણી વખતે 15 પૈસા કમિશનનો વધારો કર્યો હતો અને બીજો વધારો ચૂંટણી પછી કહ્યું હતું છતાં પણ હજુ સુધી કોઇ કમિશનમાં વધારો કર્યો નથી. ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં અહીં કરતા વધારે કમિશન છે. ઉલ્લેખનીય છે કે હરિયાણા માં 2 રૂપિયા ગોવામાં 2.30 પેસા ,મહારાષ્ટ્રમાં 1.50 પ્રતિ કિલોએ રેશનકાર્ડ ડિલરોને કમિશન મળે છે પણ સ્માર્ટ રાજ્ય ગુજરાતમાં કોઇ કમિશન મળતું નથી.
https://www.youtube.com/watch?v=jtx33U1JxLI&feature=youtu.be
આ અંગે વધુમાં સરકારને ખાસ જણાવ્યું છે કે જો અમારું કમિશન વધારવામાં આવે તો આવનારી 10 અને 11 ફેબ્રુઆરી એ ગુજરાતમાં અમારા એસોસિએશન દ્વારા માસ સીએલનો કાર્યક્રમ થશે ત્યારબાદ તારીખ 21 અને 22 સમગ્ર ગુજરાતમાં અમારા દ્વારા પ્રતીક મૌન ઉપવાસ કરીશું અને ત્યાર બાદ પણ જો સરકાર અમારું કમિશન નઇ વધારે તો 1 માર્ચ થી સમગ્ર ગુજરાતમાં હડતાળ કરીશું. જેના કારણે ગુજરાતની ગરીબ જનતા ત્રાહિમામ થઈ જશે.