
ગુજરાતમમાં દુષ્કર્મની ઘટનાઓમાં મોટા પ્રમાણમાં વધારો થયો છે. મહિલાઓ અને દીકરીઓની સલામતી જાણે સંકટમાં હોય તેવું વાતાવરણ ઉભું થઈ રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી દુષ્કર્મના બનાવોના અહેવાલ પ્રકાશિત થઈ રહ્યાં છે. દીકરીઓની સલામતી અંગે પણ સવાલો ઉભા થયા છે. આ વચ્ચે રાજકોટમાં દુષ્કર્મનો કિસ્સો બન્યો છે. જ્યારે ગીર સોમનાથમાં ભાજપ નેતા પર દુષ્કર્મ કર્યાનો આરોપ લાગ્યો છે.
રાજકોટમાં એક 16 વર્ષની સગીરાનું અપહર કરીને એક વિધર્મીએ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. યુવકે સોશિયલ મીડિયામાં યુવતીનો સંપર્ક કર્યો હતો. આ પછી તેને પ્રેમજાળમાં ફસાવીને ગોવા ફરવા લઈ ગયો હતો જ્યાં હોટલમાં તેને દુષ્કર્મ આચર્યું હતું. સગીરાને લગ્નની લાલચ આપી હતી. જેની સામે ફરિયાદ નોંધાઈ છે તે યુવકનું નામ અરમાન ગોદાણી જાણવા મળ્યું છે.આ ઘટનાની વધુ વિગતો મુજબ પોતાનો મોબાઈલ વેચી નાખ્યો હતો તેમજ સગીરાને પણ ઘરેથી રુપિયા લઈને પોતાની સાથે ગોવા ફરવા જવાનું કહ્યું હતું. જો કે સગીરાને હોટલમાં મરજી વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. આરોપીની માતા સગીરાને ઘરે મુકી જતાં પરિવારજનોને જાણ થઈ હતી. આ પછી દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી હતી. હાલ પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરીને જેલહવાલે કર્યો છે.આરોપીની મેડિકલ તપાસ હાથ ધરી હતી. પોલસી આ મામલે વધુ તપાસ કરી રહી છે.
અન્ય એક કિસ્સામાં ગીર સોમનાથના તલાળામાં બગસરા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખર સામે દુષ્કર્મનો આરોપ લાગ્યો છે. કોલ્ડ્રિંક્સ કોઈ નશીલો પદાર્થ ભેળવીને બેભાન અવસ્થામાં દુષ્કર્મ આચર્યાનો આરોપ મોડેલિંગ કરતી પરિણીતાએ લગાવ્યો છે. પરિણીતા પતિ સાથએ બોરવાવના ગીર પેલેસ રિસોર્ટની એડવર્ટાઈઝ માટે આવી હતી. પરિણીતાના પતિને પ્રદીપ ભાખર સાથે સારા સંબંધો હતા
એક દિવસ પ્રદીપ ભાખર અને તેનો ડ્રાઈવર પરિણાતાના પતિને મળવા આવ્યા હતા. રાતે સાથે જમવાનું લઈને ગાર્ડનમાં મોડે સુધી બેઠા હતા. પરિણિતાને અચાનક ફોન આવતા તે બહાર જતા રહ્યા હતા અને પરિણિતા તેના રુમમાં પરત ફરી હતી. મોડી રાતે ભાજપ નેતા હાથમાં સિગારેટ અને કોલ્ડ્રિંક્સ લઈને રુમમાં પહોંચ્યા હતા. પરિણિતાએ કરેલા આરોપ મુજબ ભાજપ નેતાએ આપેલી કોલ્ડ્રિંકસ પીધા પછી બેભાન થઈ ગઈ હતી અને પછી તેની સાથે દુષ્કર્મ થયું હતું.પીડિતાના જણાવ્યા અનુસાર, એડવર્ટાઈઝમાં આવું ચાલ્યા કરે તેમ દુષ્કર્મ પછી પ્રદીપ ભાખરે કહ્યું હતું. ફોટો અને વીડિયોની બ્લેકમેલ કરીને ચુપ રહેવાની પ્રદીપ ભાખરે ધમકી આપ્યાનો પણ આરોપ લગાવ્યો છે. મને ખોટા ડ્રગ્સ કેસમાં ફસાવી દીધી હતી જેના કારણે 2 મહિનાની જેલ ભોગવવી પડી હતી. આ ઉપરાંત પતિને પણ ડરાવી-ધમકાવીને વિરુદ્ધમાં કરી દેવાયો હોવાનો પીડિતાનો આક્ષેપ કર્યો હતો. તેમજ તાલાળા પોલીસે ફરિયાદના બદલે માત્ર અરજી લીધી હોવાનો પીડિતાનો આરોપ લગાવીને પ્રદીપ ભાખરને સજા મળે તેવી પીડિતાએ માગ કરી છે.
બનાસકાંઠામાં એક પીડિતા રાતે ગાંધીધામથી ભીલડી પોલસ સ્ટેશન પહોંચી હતી. જો કે કલાકો સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યા હોવાથી પીડિતાની તબિયત લથડી હતી અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મહિલાએ અગાઉ ભીલડી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની અરજી આપી હતી. જેમાં ભીલડીના હેડ કોન્સ્ટેબલ અરજણ ચૌધરી સામે મહિલાએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે તેમજ ડીસા ઉત્તર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ તુલસીભાઈ પણ આરોપ લગાડ્યો છે. અરજીમાં મનુભાઈ, શંકર ચૌધરી સહિત 3 વેપારીઓનો આરોપી તરીકે ઉલ્લેખ કરાયો છે.
આ પણ વાંચો, મેઘા શુક્લાની બેકલેસ તસવીરોએ મચાવી ધમાલ, ફેન્સ થયા દિવાના
