ગુજરાત

રાજકોટ – રીસેપ્શનમા એકત્ર થનાર ચાંદલાની રકમ શહિદોના પરિવારજનોને અપાશે

 રાજકોટ પુલવામા થયેલ આતંકિ હુમલામા સીઆરપીએફના 44 જવાનો શહિદ થયા છે. ત્યારે દેશભરમાથી આક્રોશ સાથે શહિદોના પરિવારજનો માટે આર્થિક સહયોગનો ધોધ વહી રહ્યો છે. ત્યારે રાજકોટમા ઠેર ઠેર લોકો બંધ પાળીને પોતાનો વિરોધ વ્યકત કરી રહ્યા છે. તો કેટલાંક ધંધાર્થીઓ ધંધા રોજગાર ચાલુ રાખી જે પણ આવક થાય તે શહિદ પરિવારજનોને આપશે તેવુ પણ જણાવી રહ્યા છે.

ત્યારે આજરોજ રાજકોટમા એક અનોખુ રીસેપ્શન યોજાવવા જઈ રહ્યુ છે. જેમા લોકો તરફથી વર વધુને આપવામા આવનાર ચાંદલાની રકમ અને ભેટ સોગાદો શહિદ પરિવારને આપવામા આવશે. ઉલ્લેખનીય છે કે આજરોજ જે રીસેપશન યોજાવા જઈ રહ્યુ છે તે માર્કેટીંગ યાર્ડના ડાયરેકટર જમનભાઈ ધામેલિયાના દિકરા કેયુરનુ રિસેપ્શન છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button