ગુજરાત
રાજકોટ: 12 હજારના ગાંજા સાથે 1 શખ્સની ધરપકડ, પોલીસે વધુ તપાસ હાથ ધરી
થોડા દિવસો પહેલા એસઓજીએ કુવાડવા નજીકથી એક શખ્સને ગાંજા સાથે દબોચ્યા બાદ ચોટીલા નજીકથી ગાંજાનું આખુ વાવેતર મળી આવતાં લાખોનો ગાંજો પકડાયો હતો. ત્યારે ફરી એક વખત 12 હજારના ગાંજા સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે.
મળતી માહીતિ મુજબ શુક્રવારે રાત્રે કુવાડવા રોડ પોલીસે રાજકોટ-અમદાવાદ હાઇવે પર ક્રિષ્ના વે બ્રીજ પાસેથી જંગલેશ્વર-31માં હનીફ ઘોડીના મકાનમાં રહેતાં હુશેન મામદભાઇ કપડવંજીને રૂ. 12 હજારના 2.005 કિલોગ્રામ ગાંજા સાથે પકડી લઇ તેની પાસેનું જીજે 3 બીએચ-2010 નંબરનું બાઇક પણ કબ્જે લીધું છે. આ શખ્સ ગાંજો ક્યાંથી લાવ્યો? તે અંગે તપાસ હાથ ધરાઇ છે.