National

અદાણી મુદ્દે PM ડરે છે, મને સંસદમાં બોલવા દેવામાં નહીં આવે: રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કહ્યું કે આજે હું પહોંચ્યો કે તરત જ સંસદ 1 મિનિટમાં સ્થગિત કરી દેવામાં આવી. હું આશા રાખું છું કે આવતીકાલે મને બોલવાની મંજૂરી આપવામાં આવશે, પરંતુ મને ખાતરી નથી. થોડા દિવસો પહેલા મેં નરેન્દ્ર મોદી અને અદાણીજી વિશે જે પ્રશ્ન પૂછ્યો હતો, તે ભાષણ ગૃહની કાર્યવાહીમાંથી હટાવી દેવામાં આવ્યું હતું.

મેં તેમની તમામ વાતો પબ્લિક ડોમેનમાંથી કાઢી હતી. સરકાર અદાણીજીથી ડરે છે અને મને લાગે છે કે તેઓ મને સંસદમાં બોલવા દેશે નહીં. ચાર મંત્રીઓએ મારા પર આક્ષેપો કર્યા છે અને જવાબ આપવાની જવાબદારી મારી છે. હું લોકસભાના અધ્યક્ષ પાસે ગયો અને તેમને કહ્યું કે મને ગૃહમાં બોલવાની મંજૂરી આપો. અદાણીના મુદ્દા પરથી ધ્યાન હટાવવા માટે સરકાર શું કરી રહી છે.

પીએમ અદાણી મુદ્દે ડરી ગયા છે. મેં પૂછ્યું હતું કે પીએમ અને અદાણી વચ્ચે શું સંબંધ છે?

કર્ણાટકના ધારવાડમાં પીએમ મોદીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતુ. રાહુલનું નામ લીધા વિના પીએમ મોદીએ કહ્યું કે લંડનમાં બેઠેલા કેટલાક લોકો ભારતની લોકશાહી પર સવાલ ઉઠાવી રહ્યા છે. તેમણે કહ્યું કે કર્ણાટકની જનતાએ આવા લોકોથી સાવધાન રહેવાની જરૂર છે.

પીએમ મોદીએ કહ્યું કે આજે હું ભગવાન બસવેશ્વરની ભૂમિ પર આવ્યો છું, તેથી હું વધુ ધન્યતા અનુભવી રહ્યો છું. ભગવાન બસવેશ્વર દ્વારા આપવામાં આવેલા અનેક યોગદાન પૈકી, અનુભવ મંડપમની સ્થાપના મુખ્ય છે. આ લોકતાંત્રિક પ્રણાલીનો સમગ્ર વિશ્વમાં અભ્યાસ કરવામાં આવે છે અને એવી ઘણી બાબતો છે, જેના કારણે અમે દાવા સાથે કહીએ છીએ કે ભારત માત્ર લાર્જર ડેમોક્રેસી જ નહીં, પરંતુ મધર ઓફ લોકશાહી છે.

કર્ણાટકની જનતાએ પણ આવા લોકોથી સાવધાન રહેવું પડશે
રાહુલ પર નિશાન સાધતા PMએ વધુમાં કહ્યું કે આમ છતાં કેટલાક લોકો ભારતના લોકતંત્રને સતત અપમાન કરી રહ્યા છે. આવા લોકો ભગવાન બસવેશ્વરનું અપમાન કરી રહ્યા છે. આ કર્ણાટકના લોકોનું અપમાન છે. આ ભારતની મહાન પરંપરાનું અપમાન છે. કર્ણાટકની જનતાએ પણ આવા લોકોથી સાવધાન રહેવું પડશે.

કોંગ્રેસ પર કર્યા પ્રહાર
પીએમ મોદીએ કહ્યું કે, 2014 પહેલા કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી, તે દરમિયાન તેઓએ ગરીબને બરબાદ કરવામાં કોઈ કસર છોડી ન હતી. કોંગ્રેસ સરકારે ગરીબોના વિકાસના નામે હજારો કરોડ રૂપિયા લૂંટી લીધા હતા. કોંગ્રેસને ગરીબોની પીડા અને વેદનાથી ક્યારેય ફરક પડ્યો નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button