રાફેલ ડીલને લઇને રાહુલ ગાંધીના મોદી સરકાર પર પ્રહાર
રાફેલ ડીલને લઈને હોબાળા વચ્ચે બુધવારે રાજ્યસભામાં કેગ રિપોર્ટ રજૂ થયો. રિપોર્ટમાં દાવો કરાયો કે NDA સરકારની રાફેલ ડીલ UPA સરકારથી સસ્તી હતી. કેગનો રિપોર્ટ રજૂ થયાં બાદ પણ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર શાબ્દિક પ્રહારો યથાવત રાખ્યાં છે. તેઓએ કહ્યું કે રાફેલ ડીલ મોદીએ માત્ર અનિલ અંબાણીને 30 હજાર કરોડ આપવા માટે કરી. રાહુલે કહ્યું કે ઈતિહાસમાં એવું પહેલી વખત થયું છે કે સંસદમાં કેગની રિપોર્ટની સંખ્યાને ઘટાડવામાં આવી છે. આ રિપોર્ટ પર સવાલો થાય છે.
તેઓએ કહ્યું કે બેંક ગેરંટી જે ગત ડીલમાં હતી અને વધુમાં 7% રકમનું ગઠન કર્યું હતું તે નવી ડીલમાં નથી તો 2.86%ની તથાકથિત બચતને લાપતા બેંક ગેરંટીના ખર્ચ માટે જવાબદાર ગણાવી શકાય છે.
રાહુલે કહ્યું કે, પીએમ મોદી, અરુણ જેટલી અને રક્ષા મંત્રી તર્ક આપતા હતા કે એરફોર્સને હવાઈ જહાજની જલદી જરૂર હતી. હકીકત એ છે કે, મોદીએ જે નવી ડીલ સાઈન કરી છે તેનાથી ભારતને હવાઈ જહાજ મૂળ સોદાની સરખામણીએ મોડા મળશે. તમે રિપોર્ટ જોશો તો ખ્યાલ આવશે કે 2007માં સોદામાં સંપ્રભુ ગેરંટી, બેન્ક ગેરંટી અને પ્રદર્શન ગેરંટી પણ સામેલ હતી. જ્યારે નવા સોદામાં તેનો સમાવેશ કરવામાં આવ્યો નથી.