ફેબ્રુઆરીમાં રાહુલ ગાંધી લઇ શકે છે ગુજરાતની મુલાકાત
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી ૧પ ફેબ્રુઆરીની આસપાસ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની મુલાકાતે આવે તેવી શકયતા છે. જો કે હજુ સુધી તેઓ ક્યા સ્થળની મુલાકાતે જશે તે બાબત નક્કી થઇ નથી.
આજે સવારે શાહીબાગના સરદાર પટેલ મેમોરિયલ હોલ ખાતે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અને રાજ્યસભાના સંસદ સભ્ય અહેમદ પટેલ તેમજ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવની આગેવાનીમાં કોંગ્રેસની પ્રદેશ કારોબારી બેઠકનો પ્રારંભ થયો છે આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી, સહપ્રદેશ પ્રભારી વિશ્વરંજન મોહંતી, જિતેન્દ્ર બધેલ સહિતના આગેવાનો જોડાયા છે.
કોંગ્રેસની એક દિવસીય પ્રદેશ કારોબારીમાં સંગઠનના મામલે તેમજ આગામી દિવસોમાં અપાનારા રાજ્યવ્યાપી કાર્યક્રમોની ચર્ચા થશે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સંભવિત ગુજરાત મુલાકાતનો મુદ્દો પણ ચર્ચાશે. તેમ જણાવતા કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા ડો.મનીષ દોશી વધુમાં જણાવે છે, આજે બપોરે ભાજપ સરકારના પૂર્વ પ્રધાન બિમલભાઇ શાહ કોંગ્રેસમાં જોડાશે.