National

રાહુલ ગાંધી ગેરેજ પછી હવે આજે શાકમાર્કેટ પહોંચ્યા:દિલ્હીમાં શાકભાજી અને ફળના વેપારીઓ સાથે વાતચીત કરી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મંગળવારે સવારે દિલ્હીના આઝાદપુર શાકમાર્કેટ પહોંચ્યા હતા. અહીં તેમણે શાકભાજી અને ફળોના વધતા ભાવને લઈને વેપારીઓ સાથે વાત કરી અને તેમની સમસ્યાઓ પૂછી. આ દરમિયાન તેઓ દુકાનદારોની વચ્ચે ઘેરાઈને વાતચીત કરતા જોવા મળ્યા.

ત્રણ દિવસ પહેલાં રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક મીડિયા ચેનલનો વીડિયો શેર કર્યો હતો. જેમાં આઝાદપુર મંડીની બહાર એક શાકભાજીના વેપારીઓએ જણાવ્યું કે તે ટામેટાં ખરીદવા આવ્યો હતો જેથી કરીને તેને વેચીને પૈસા કમાઈ શકે. પરંતુ, તેની પાસે ટામેટાં ખરીદી શકે એટલા પૈસા નહોતા.રાહુલ ગાંધી કેરળના મલપ્પુરમમાં ઘૂંટણના દુખાવાની સારવાર કરાવીને પરત ફર્યા છે. તેઓ અહીંની સો વર્ષ જૂની આયુર્વેદિક સંસ્થા કોટ્ટક્કલ આર્ય વૈદ્યશાળામાં સારવાર લઈ રહ્યા હતા. વૈદ્યશાળાના પી. મદનવનકુટ્ટી વારિયર અને કે. મુરલીધરનની સાથે ડોક્ટરોની ટીમ તેની સંભાળ લઈ રહી હતી. તેઓ 29 જુલાઈ સુધી ત્યાં રહ્યા હતા.

છેલ્લા કેટલાક સમયથી રાહુલ ગાંધી લોકોની વચ્ચે જઈને તેઓની સમસ્યાઓ વિશે વાત કરી રહ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button