દેશવિદેશ

પુલવામા હુમલો: મીરવાઇજ ઉમર ફારૂક સહિત 6 અલગાવવાદીઓની સુરક્ષા છીનવાઇ

પુલવામા હુમલાને ધ્યાનમાં રાખીને જમ્મુ કાશ્મીર કેન્દ્ર સરકારે મોટો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે પાંચ મોટા અલગાવવાદી નેતાઓની સુરક્ષા છીનવી લેવાનો નિર્ણય કર્યો છે. ખાસ વાત છે કે આ અલગાવવાદી નેતાઓમાં મીરવાઇજ ઉમર ફારુક પણ સામેલ છે. અધિકારીઓએ રવિવારે જણાવ્યું કે આ પાંચ નેતાઓ અને અન્ય અલગાવવાદીઓને કોઇપણ રીતે સુરક્ષા આપવામાં આવશે નહીં. તમને જણાવી દઇએ કે હુમલા બાદ કાશ્મીર પહોંચેલા કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહે સ્પષ્ટ કર્યું હતુ કે પાકિસ્તાનની ખનગી એજન્સીથી સંપર્ક રાખનારાઓને આપવામાં આવી રહેલી સુરક્ષાની સમીક્ષા કરવામાં આવશે.

 

આ પહેલા એક શીર્ષ અધિકારીએ જણાવ્યું હતુ કે કેન્દ્ર સરકારે સલાહ આપી છે કે જે બાદ એવા વ્યક્તિઓને મળેલી સુરક્ષાની સમીક્ષા કરવામાં આવશે. જેની પર આઇએસઆઇની સાથે સંબંધોનો શક છે. જમ્મુ-કાશ્મીર સરકારના ગૃહ સચિવે અલગાવવાદીઓને મળેલી સુરક્ષાની સમીક્ષા કર્યા બાદ આ નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે ખાસ કરીને ઘણા અલગાવવાદીઓને જમ્મુ-કાશ્મીર પોલીસ સુરક્ષા પ્રદાન કરે છે.કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહે શુક્રવારે શ્રીનગરમાં કહ્યું હતુ કે પાકિસ્તાન અને તેમની ખાનગી એજન્સી આઇએસઆઇથી પૈસા લેનારા લોકોને મળેલી સુરક્ષાની સમીક્ષા થવી જોઇએ. તેમણે કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં કેટલાક લોકો આઇએસઆઇ અને આતંકી સંગઠનોથી સંબંધ છે. તેમને મળેલી સુરક્ષાની સમીક્ષા થવી જોઇએ. ઉલ્લેખનીય છે કે કાશ્મીરના પુલવામા જિલ્લામાં ગુરુવારે જૈશ-એ-મોહમ્મદના આત્મઘાતી હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા.

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button