જમ્મુના આંતકવાદી હુમલામાં શહિદ થયેલા પરિવારની વહારે મોરબીનો ઉધોગ પરિવાર
જમ્મુના આતંકવાદી હુમાલમાં શહિદ થયેલા પરિવારની મદદ માટે મોરબીના સીરામીક ઉદ્યોગ વાળા પરિવારે મદદ કરી છે. મોરબીમાંથી અત્યાર સુધીમાં કુલ મળીને ૨.૩૨ કરોડથી વધુનું ભંડોળ એકત્રીત કર્યું છે. મોરબીના ૪૪૦ સિરામિક ઉધોગકારોએ ૧.૧૯ કરોડથા વધુ રકમ એકત્રીત કરી છે.
ઓરપેટ ગ્રૃપના ચેરમેન પ્રવિણભાઇ ભાલોડીયાએ કરી ૪૪ લાખની જાહેરાત કરી હતી. તે બાદ મોરબી કોલ એસોસીએશનના ઉધોગકારોએ ૧૭ લાખથી વધુનં ભંડોળ એકત્રીત કર્યુ છે. તે સિવાય મોરબી પેપર મિલ એસો.ના સભ્યોએ ૬ લાખથી વધુનું ભંડોળ એકત્રીત કર્યુ, તેમજ મોરબી બિલ્ડર એસો. દ્વારા પાંચ લાખ રૂપિયાની સહાય કરવામાં આવી છે. તો મોરબી પેકેજીંગ ઉધોગ દ્વારા ૬ લાખથી વધુ રકમ એકત્ર કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે જમ્મુમાં આતંકી હુમલામાં 40 સીઆરપીએફ જવાનો શહીદ થયા છે. જેને લઇને શહીદોના પરિવારને મદદ કરવા આ પરિવારના લોકોએ મદદ કરી છે.