જમ્મુ-કાશમીરના પિંગલનમાં આતંકીઓ સાથેની અથડામણમાં 4 જવાનો શહીદ
જમ્મુ-કાશમીરના પુલવામાથી 10કિમી. દૂર પિંગલનમાં આજે સવારે આતંકીઓ સાથેના અથડામણમાં 4 જવાનો શહીદ થયા છે. તેમાં 1 મેજર પણ સામેલ હતા. જેમાં દરેક શહીદ જવાનો રાષ્ટ્રીય રાઈફલ્સના હતા. આ અથડામણમાં 1 નાગરિકનું પણ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. આ વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદના 2-3 આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળ્યા પછી સેનાએ તે ઘરને ઘેરી લીધું હતું. હાલ સર્ચ ઓપરેશન પણ ચાલુ છે. પુલવામા હુમલાનો માસ્ટરમાઈન્ડ પણ મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ત્યાં હાજર હોવાની શંકા છે જે સેનાને આ વિસ્તારમાં ત્રણ આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. જે માનવામાં આવે છે કે, પુલવામા હુમલાનું કાવતરું ઘડનાર અબ્દુલ રશીદ ગાજી પણ અહીં જ છુપાયેલો હતો. જોકે આ આતંકીઓને ભાગી જવામાં સફળતા મળી હતી. તેમની શોધ હાલ ચાલુ છે.
જમ્મુ-કાશ્મીરમાં છેલ્લાં ચાર દિવસમાં સેનાના અને સીઆરપીએફના થઈને કુલ 45 જવાનોએ જીવ ગુમાવ્યા છે. 14 ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલામાં 40 જવાન શહીદ થયા હતા. શનિવારે રાજૌરીના નૌશેરા સેક્ટરમાં એક આઈઈડીને બોમ્બને નિષ્ફળ કરવામાં સેનાના મેજર ચિત્રેશ બિષ્ટ પણ શહીદ થઈ ગયા હતા. પુલવામા હુમલા પર વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, પુલવામામાં સીઆરપીએફ જવાનો પર થયેલો હુમલો ધૃણિત છે. અને જવાનોની શહીદી આળે નહીં જાય. જે સમગ્ર દેશ જવાનોના પરિવાર સાથે ઉભો છે. રાહુલે પણ આ હુમલાની નિંદા કરીને દુખ વ્યક્ત કર્યું હતું.