પુલવામા હુમલો – હિમ્મતનગરની વણઝારાવાસ પ્રાથમિક શાળા દ્વારા શહીદોના પરિવારને 51 હજારની સહાય
જમ્મૂ કાશ્મીરના પુલવામાં થયેલા આતંકી હુમલા સામે દેશવાસીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જેના લઈને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજીને શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે.
હિમ્મતનગરના વણઝારાવાસ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ સહિત શિક્ષકો દ્વારા શહીદોને શ્રંદ્ધાજલી આપવામાં આવી હતી. તે સિવાય શહીદના પરિવારને દાન કરવામાં આવે છે. જેમાથી શાળા તરફથી પણ શહીદોના પરિવારને 51 હજારનું દાન આપ્યું હતું. જેમા શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને નિવૃત શિક્ષકોએ પણ દાન આપવામાં સહાય કરી છે.
https://www.youtube.com/watch?v=CzWCCmdfFdo&feature=youtu.be
ઉલ્લેખનીય છે કે, 14 ફેબ્રુઆરી ગુરુવારના રોજ આતંકવાદીઓએ CRPFના જે કાફલા પર હુમલો કર્યો, તે જમ્મૂ-શ્રીનગરની તરફ જઇ રહ્યો હતો અને તેમાં 78 વાહનોમાં 2547 જવાન શામેલ હતા. આ આતંકી હુમલામાં 40 જવાનો શહીદ થયા છે.