દેશવિદેશ
પુલવામા હૂમલો: શહીદોના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાયા
પુલવામામાં હુમલા બાદ શહીદ થયેલાં CRPFના 40 જવાનોના શનિવારે રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. શુક્રવારે જવાનોના પાર્થિવ દેહને દિલ્હીના પાલમ એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. વડાપ્રધાન મોદીએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી અને તેમના પાર્થિવ દેહની પરિક્રમા કરી હતી. એરપોર્ટ પર ગૃહમંત્રી રાજનાથ સિંહ, રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ, ત્રણેય સેનાઓના પ્રમુખ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના કેટલાંક કેન્દ્રીય મંત્રીઓએ શ્રદ્ધાંજલિ આપી હતી.
પુલવામાં હુમલા બાદ કાર્યવાહી પર એકમત કાયમ કરવા માટે દિલ્હીમાં સરકારે સર્વપક્ષીય બેઠકબોલાવી છે. જમ્મુ કાશ્મીરમાં હુમલાની તપાસ માટે NIAની ટીમ પુલવામા પહોંચી ગઈ છે. હુમલાના વિરોધમાં દેશભરમાં પ્રદર્શનો થઈ રહ્યાં છે. મહારાષ્ટ્રના નાલાસોપારા સ્ટેશનમાં પ્રદર્શનકારીઓએ ટ્રેન રોકી.