PUBGએ બેન કર્યા 30 હજાર એકાઉન્ટ્સ, જેમાથી 16 પ્રોફેશનલ પ્લેયર્સ
ઓછા સમયમાં લોકોની વચ્ચે લોકપ્રિય થનારી ગેમ PUBG એ મોટો નિર્ણય લેતા 30 હજાર પ્લેયર્સની સાથે 16 પ્રોફેશનલ પ્લેયર્સને પણ બેન કરી દીધા છે. પબજીએ જે 30 હજાર પ્લેયર્સને બેન કર્યા છે એ તમામ ગેમમાં રડારને હેક કરીને ચીટિંગ કરી રહ્યા હતા. એના માટે એ લોકો એક ખાસ સોફ્ટવેરનો ઉપયોગ કરતા હતા. જેમાં 16 પ્રોફેશનલ પ્લેયર્સ પણ આવ્યા છે અને કંપનીએ એમને પણ બેન કરી દીધા છે. Can Ozdemir ને પણ બેન કરી દેવામાં આવી છે જે પબજી ગેમની ખૂબ જ લોકપ્રિય કમ્યૂનિટી છે.
હેક ચીટિંગની એર પ્રક્રિયા છે જેના દ્વારા ચીટિંગ કરનાર અન્ય પ્લેયર્સને એક સાથે મેપ પર જોઇ શકો છો. પબજીના મોટાભાગના રસ્તામાં 100 પ્લેયર્સ પેરાશૂટથી કૂદે છે જેમાંથી એક જ જીતે છે.
હાલમાં જ પબજીની વિકેન્ડ સ્નો અપડેટ આવી હતી અને આ અપડેટમાં એક લૂપહોલનો ચીટર્સે ફાયદો ઊઠાવ્યો છે. રડાર હેક દ્વારા બીજા પ્લેયર્સને મારવા માટે ખાસ એક્સેસ મળી જાય છે. સારી વાત એ છે કે કંપનીના આ નિર્ણયથી મોબાઇલ પર પબજી રમનાર પર કોઇ અસર થશે નહીં કારણ કે ચીટિંગનો મામલો Xbox, PS4 અને કોમ્પ્યૂટર વર્ઝન પર જ આવ્યો છે.