પ્રાંતિજ હાઇસ્કુલ માં બંધારણ વિશે ની માહિતી માટેની કાનૂની શિબિર યોજાઇ

નામદાર રાષ્ટ્રીય કાનૂની સેવાસત્તા મંડળ દિલ્હી (નાલ્સા) નામદાર ગુજરાત રાજય કાનૂનિ સેવા સત્તા મંડળ હાઇર્કોટ અમદાવાદ ના આદેશ થી નામદાર જિલ્લા કાનૂનિ સેવા સત્તા મંડળ હિંમતનગર અને તાલુકા કાનૂની સેવા સમિતિ પ્રાંતિજ ના માર્ગ દર્શન હેઠળ ગ્રાહક હિત સુરક્ષા મંડળ પ્રાંતિજ ના ઉપક્રમે અવરઓન હાઇસ્કુલ માં બંધારણ
વિશે ની માહિતી માટેની કાનૂની શિબિર યોજાઇ હતી જેમાં હિંમતનગર લીગલ સેક્રેટરી જજ એ.એ.વાયડા ની મુખ્ય ઉપસ્થિત રહ્યા હતાં અને પોસ્કો તથા જાતિ સતામણી આઇટીએકટ ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિષે વિધાર્થીઓને માહિતગાર કર્યા હતાં તો ઉપસ્થિત પ્રિન્સિપાલ સીનીયર સીવીલ જજ એસ.કે.ગઢવી તથા એડીશ્નલ સિવિલ જજ બી.જી.સોલંકી દ્વારા પણ કાયદાઓ વિષે વિસ્તૃત માર્ગ દર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું તો આ શિબિર યોજવા અંગેનું માર્ગદર્શન તાલુકા કાનૂની સેવા સમિતિ પ્રાંતિજ ના અધ્યક્ષ અને સીવીલ કોર્ટ ના જજ એસ.કે.
ગઢવી તેમજ સેક્રેટરી અમિતા બેન પટેલ એ માર્ગ દર્શન આપ્યું હતું. આ શિબિર દરમ્યાન પ્રાંતિજ ના અગ્રણી એડવોકેટ તથા વકીલ બાર એસોસીએશન ના પ્રમુખ યોગેશ ભાઇ રાવલ તથા રાણા ભાઇ વકીલ દ્વારા વિવિધ કાયદાઓ વિષે બંધારણ નું મહત્વ કાનુની સેવા સમિતિ અને ગ્રાહકદિન સુરક્ષા મંડળ ના પ્રમુખ અને બાળકોને માહીતી આપવામાં આવી