બ્રહ્માકુમારી દ્વારા ‘નિંદ્રા પ્રબંધન’ અને ‘માનસિક સશક્તિકરણ’ વિષય પર કાર્યક્રમ યોજાયા
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિધ્યાલય, સેકટર-૨૮, ગાંધીનગર દ્વારા બેન્ક ઓફ બરોડા ઉધોગ ભવન, ગાંધીનગર અને ઉદયભાણસિંહ તાલીમ સંસ્થા સેકટર-૩૦, ગાંધીનગર ખાતે બ્રહ્માકુમાર વીરેન્દ્રભાઈના ‘નિંદ્રા પ્રબંધન’ અને માનસિક સશક્તિકરણ’ વિષય પર પ્રવચન યોજવામાં આવ્યું હતું.
બ્રહ્માકુમારીઝ્ના વૈશ્વિક મુખ્યાલય માઉન્ટ આબુ ખાતે બાંધકામ વિભાગમાં છેલ્લા ૨૫ વર્ષથી સમર્પિત રૂપે ઇશ્વરીય સેવા પ્રદાન કરી રહેલ બ્રહ્માકુમાર વીરેન્દ્રભાઈ કે જેઓએ ગોવા યુનિવર્સીટીમાંથી સિવિલ એંજીનીઅરીંગ કરેલ છે. તેઓએ (૧)’સેલ્ફ મેનેજમેન્ટ અને ક્રાયસીસ મેનેજમેન્ટ’માં એમ.બી.એ., (૨)‘કાઉન્સિલિંગ અને સ્પિરિચ્યુઅલ હેલ્થ’ તથા ‘વેલ્યુ એજ્યુકેશન અને સ્પિરિચ્યુઆલિટી’માં એમ.એસ.સી.તથા (૩)‘કાઉન્સિલિંગ અને હિપ્નોથેરાપી’, વેલ્યુઝ ઇન હેલ્થકેર’ તથા વેલ્યુ એજ્યુકેશન એન્ડ સ્પિરિચ્યાલિટી’માં પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલ છે.તેમણે દેશભરમાં અનેક જગ્યાએ સિક્યુરીટી ફોર્સિસ માં “નિન્દ્રા પ્રબંધન અને માનસિક સશક્તિકરણ” તથા “સ્લીપ મેનેજમેન્ટ અને મેન્ટલ એમ્પાવરમેન્ટ” ઉપર પાવર પોઈન્ટ દ્વારા ખૂબજ આકર્ષક પ્રવચનો આપેલ. ગાંધીનગરમાં ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી પંકજભાઈ જૈનની અધ્યક્ષતામાં બેન્ક ઓફ બરોડામાં રાખવામાં આવેલ પ્રવચનનો બેન્ક ઓફ બરોડાના ભારતભરમાંથી આવેલ ૧૦૦ જેટલાં સેનિયર મેનેજરો તથા દયભાણસિંહજી તાલીમ સંસ્થામાં ૬૫ જેટલાં એમ.બી.એ. સ્ટુડન્ટ્સે લાભ લીધેલ. આ ઉપરાંત બ્રહ્માકુમારીઝ, શિવશક્તિ ભવન, સેકટર-૨૮ અને બ્રહ્માકુમારીઝ ઉર્જાનગર-૧ ખાતે પણ યોજવામાં આવેલ પ્રવચનથી પણ સેકંડો લોકો લાભાંવિત થયેલ.
તેમણે તેમના પ્રવચનમાં નિંદ્રાનો મન અને શરીરના સ્વાસ્થ્ય પર કેવો પ્રભાવ પડે છે? ઘેરી નિંદ્રા કોને કહેવાય? નિંદ્રાની ગુણવત્તા કેવી રીતે આંકી શકાય? આ ગુણવત્તા ને ખાનપાન, દિનચર્યા, દિવસ દરમ્યાન આવતાં વિચારો કેવી રીતે પ્રભાવિત કરે છે? નિંદ્રાની ક્વોલીટી કેવી રીતે સુધારી શકાય, ઓછામાં ઓછી કેટલી નિંદ્રા જોઈએ? વગેરે તમામ બાબતો સાયન્ટિફિક રીતે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સમજાવેલ. ઉપસ્થિત સૌ તરફથી આવા પ્રવચન અવાર નવાર યોજવાની માંગ પણ ઉભી થવા પામેલ.