ગુજરાત
પ્રિયંકા ગાંધી 28 ફેબ્રુઆરીએ ગાંધીનગરમાં યોજશે તેની પ્રથમ ચૂંટણી સભા
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી પોતાની રાજકીય કારકિર્દીની સૌપ્રથમ ચૂંટણીસભા 28 ફેબ્રુઆરીના રોજ સંબોધિત કરવાના છે. અડાલજના ત્રિમંદિર મેદાન ખાતે યોજાનારી આ ચૂંટણીસભામાં પ્રિયંકાની સાથે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ જોડાશે. કોંગ્રેસના ઉચ્ચસ્તરીય સૂત્રોએ આ વિગત આપતા જણાવ્યું છે કે, ગાંધીનગર ખાતે પ્રિયંકા પોતાની સૌપ્રથમ ચૂંટણી સભા સંબોધીને સીધે સીધો પડકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ફેંકશે.