પ્રિયંકા ગાંધીને કોંગ્રેસના મહાસચિવ તરીકે જવાબદારી સોંપાઈ
લાંબા ગાળાથી થઈ રહેલી અટકળો આખરે બુધવારે બપોરે સાચી પડી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમનાં બહેન પ્રિયંકાને ઉત્તરપ્રદેશના મહાસચિવ તરીકે નિયુક્ત કર્યાં છે. પ્રિયંકા ગાંધી સક્રિય રાજનીતિમાં પ્રવેશ કરશે એવી વર્ષોથી ધારણાઓ થઈ રહી હતી. અત્યાર સુધી માત્ર સોનિયા અને રાહુલની બેઠકોમાં પ્રચાર અભિયાનનું સુકાન સંભાળવા પૂરતાં જ સક્રિય રહેતાં પ્રિયંકા પડદા પાછળ રહીને દોરીસંચાર કરતાં હોવાનું કહેવાતું હતું. હવે તેમને જવાબદારી સોંપાતાં ઉત્તરપ્રદેશનો મહત્વાકાંક્ષી ચૂંટણી જંગ વધુ રસપ્રદ બની શકે છે.
સાધારણ રીતે પડદા પાછળ રહેતાં પ્રિયંકાએ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના મુખ્યમંત્રી પસંદ કરવા માટેની બેઠકોમાં સક્રિય ભાગ લીધો હતો. રાજસ્થાનમાં ગેહલોત-પાયલટ વચ્ચે કોકડું ગૂંચવાયું ત્યારે પ્રિયંકાની ભૂમિકા નિર્ણાયક ગણાઈ હતી. ઉત્તરપ્રદેશમાં બે દાયકાથી સત્તાની બહાર ફેંકાઈ ગયેલ કોંગ્રેસનું સંગઠન અત્યંત નબળું છે. હવે પ્રિયંકાની હાજરીથી તેમાં જાન ફૂંકાઈ શકે છે. ઉત્તરપ્રદેશમાં સપા-બસપાએ ગઠબંધનમાં કોંગ્રેસને સામેલ ન કરીને તેની ઉપેક્ષા કરી છે. પ્રિયંકા અને અખિલેશની પત્ની ડિમ્પલ વચ્ચે ઘનિષ્ઠ સંબંધો હોવાનું કહેવાય છે. આથી પ્રિયંકાની હાજરીથી ગઠબંધનના સમીકરણો પણ બદલાઈ શકે છે.
લાંબા ગાળાથી થઈ રહેલી અટકળો આખરે બુધવારે બપોરે સાચી પડી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમનાં બહેન પ્રિયંકાને ઉત્તરપ્રદેશના મહાસચિવ તરીકે નિયુક્ત કર્યાં છે. પ્રિયંકા ગાંધી સક્રિય રાજનીતિમાં પ્રવેશ કરશે એવી વર્ષોથી ધારણાઓ થઈ રહી હતી. અત્યાર સુધી માત્ર સોનિયા અને રાહુલની બેઠકોમાં પ્રચાર અભિયાનનું સુકાન સંભાળવા પૂરતાં જ સક્રિય રહેતાં પ્રિયંકા પડદા પાછળ રહીને દોરીસંચાર કરતાં હોવાનું કહેવાતું હતું. હવે તેમને જવાબદારી સોંપાતાં ઉત્તરપ્રદેશનો મહત્વાકાંક્ષી ચૂંટણી જંગ વધુ રસપ્રદ બની શકે છે.
પ્રિયંકાએ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના મુખ્યમંત્રી પસંદ કરવા માટેની બેઠકોમાં સક્રિય ભાગ લીધો હતો. રાજસ્થાનમાં ગેહલોત-પાયલટ વચ્ચે કોકડું ગૂંચવાયું ત્યારે પ્રિયંકાની ભૂમિકા નિર્ણાયક ગણાઈ હતી.