શુ ખરેખર પ્રેગનન્ટ છે પ્રિયંકા ચોપડા, માતા મધુ ચોપડાએ જણાવી હકીકત
બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડાની પ્રેગનન્ટ હોવાની અફવાની ચર્ચા છે. જોકે, પ્રિયંકા ન્યૂર્યોર્ક ફેશન વીકમાં Michael Korsના આઉટફિટમાં પહોંચી હતી. આ દરમિયાનના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જેમા કથિત રીતે અભિનેત્રીનો બેબી બમ્પ સ્પોટ કરવામાં આવ્યો.
આ તસવીર આવ્યા બાદથી અભિનેત્રીના પ્રેગનેન્ટ હોવાની ચર્ચા ચાલી રહી છે. ત્યારે પ્રિયંકાની માતા મધુ ચોપડાએ પ્રિયંકાની પ્રેગનેન્સીને લઇને હકીકત જણાવી છે. એક ઇન્ટરવ્યુમાં પ્રિયંકાની માતા મધુ ચોપડાએ સ્પષ્ટ કર્યું છે કે પ્રિયંકા પ્રેગનેન્ટ હોવાની વાત તદ્દન ખોટી છે. તેને કેમેરાના એંગલને બ્લેમ કર્યો છે. તેમને કહ્યું કે પ્રિયંકાના આઉટફિટ સારા હતા. તેના કેટલાક ફોટામાં એવા દેખાઇ રહ્યા છે. બાકીના અન્ય ફોટા બરાબર હતા. ફોટો ક્લિક કરવામાં કેમેરાનો એંગલ યોગ્ય ન હતો.
જ્યારે આ અંગે તેમને પ્રિયંકાથી ફોન પર વાત કરી તો તેને જણાવ્યું કે થાકેલી હતી.જેના કારણે કેમેરાના એંગલથી એવું લાગી રહ્યું હતુ કે પ્રેગનેન્ટ છે. હાલમાં જ પ્રિયંકાએ બાળકોના સવાલ પર કહ્યું હતુ કે આ વાત ત્યારે થશે જ્યારે યોગ્ય સમય આવશે.વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પ્રિયંકાની ફિલ્મ ‘ઇજ નોટ ઇટ રોમેન્ટિંક’ 14 ફેબ્રુઆરીએ રિલીઝ થઇ છે. તે સિવાય પ્રિયંકા બોલીવુડ ફિલ્મ ‘ ધ સ્કાય ઇજ પિંક’માં નજરે પડશે. ફિલ્મનું નિર્દેશન સોનાલી બોસ કરી રહી છે.