દેશની સૌથી ઝડપી ટ્રેન ‘વંદે ભારત’ને PM મોદી આપશે લીલીઝંડી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ફેબ્રુઆરીએ દેશની પહેલી એન્જિન વિનાની ટ્રેનને લીલીઝંડી આપશે. આ ટ્રેન છેલ્લા 30 વર્ષોથી ચાલી રહેલી શતાબ્દી એક્સપ્રેસનું સ્થાન લેશે. ટ્રેન 18ને દેશની સૌથી તેજ ગતિની ટ્રેન જાહેર કરાઈ છે. 2 ડિસેમ્બરે કોટા-સવાઈ માધોપુરા સેક્શનમાં ટ્રાયલ દરમિયાન ટ્રેન 18ને 180 કિમી/કલાકની ગતિ મેળવીને રેકોર્ડ બનાવ્યો હતો.
રેલ મંત્રી પીયૂષ ગોયલના જણાવ્યા પ્રમાણે, આ ટ્રેન 97 કરોડનાં ખર્ચે 18 મહિનમાં ચેન્નાઈની કોચ ફેક્ટરીમાં તૈયાર કરવામાં આવી છે. આ ટ્રેનમાં 16 કોચ છે, જેની સીટો 360 ડિગ્રી સુધી ફરી શકે છે. આ ટ્રેન દિલ્હીથી બનારસનાં સફર દરમિયાન ફક્ત કાનપુર અને અલ્હાબાદમાં જ રોકાશે.
પીયૂષ ગોયલનાં કહ્યા પ્રમાણે ભારતની પહેલી એન્જિન રહિત ટ્રેનને ભારતીય એન્જિનિયરોએ જ તૈયારી કરી છે. શરૂઆતની યોજનાઓ પ્રમાણે, ટ્રેન 18 દિલ્હીથી સવારે 6 વાગે ઉપડશે અને બપોરે 2 વાગે વારાણસી પહોંચશે. આશરે 800 કિમીનું અંતર આ ટ્રેન 8 કલાકમાં પૂર્ણ કરશે. વારાણસીથી આ દિલ્હી માટે બપોરે 2.30 કલાકે ઉપડશે અને રાતે 10.30 પહોંચી જશે.