વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બનાવવામાં આવશે બાયોપિક, જાણો કયો અભિનેતા કરશે રોલ
ગત કેટલાક સમયથી બોલીવુડમાં સતત બાયોપિક બનાવવામાં આવી રહી છે. જોકે આ ફિલ્મો ઘણી સફળ પણ સાબિત થઇ છે. કેટલીક ફિલ્મો છે જેને દર્શકોએ પસંદ કરી નથી કરી પરંતુ કહી શકીએ છીએ કે આવી 80 ટકા ફિલ્મોને દર્શકોએ ખૂબ પસંદ કરી છે અને કદાચ આજ કારણ છે કે આજકાલ કોઇને કોઇ દિગ્ગજ પર્સાનાલિટી પર ફિલ્મો બનાવવામાં આવી રહી છે. તો હવે ખબર આવી રહી છે કે વર્તમાનમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક બનાવવામાં આવશે.
સુત્રો મુજબ પીએમ નરેન્દ્ર મોદી પર બનનારી આ બાયોપિક પર કામ જાન્યુઆરી 2019થી શરૂ થઇ જશે. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મમાં પીએમ મોદીનો રોલ બોલીવુડ અભિનેતા વિવેક ઓબરૉય ભજવવામાં છે. ખબરો અનુસાર આ ફિલ્મની શુટિંગ ગુજરાત, દિલ્હી, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં થશે. ખબરતો એવી પણ ચે કે વિવેકે તેના માટે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.
જણાવી દઇએ કે ફિલ્મનું ટાઇટલ હાલ નક્કી થયું નથી પરંતુ ફિલ્મ માટે ડાયરેક્ટર ફાઇનલ થઇ ગયા છે. પીએમ મોદીન બાયોપિકનું ડાયરેક્શન ડાયરેક્ટર ઉમંગ કુમાર કરશે. ફિલ્મની ટીમ ગત દોઢ વર્ષથી તેમની સ્ટોરી પર કામ કરી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે સંબંધિત ઓથોરિટીથી મંજૂરી માટે ગયા બાદ હવે જલદી જ તેનું શુટિંગ શરૂ કરી દેવામાં આવશે.