વડાપ્રધાન મોદીએ સ્વામિત્વ યોજનાની શરૂઆત કરી

વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા સ્વામિત્વ યોજનાનો પ્રારંભ કર્યો છે. આ યોજનાની શરૂઆત કર્યા પછી લગભગ એક લાખ લોકોમાં પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરવામાં આવશે. આ કાર્ડ મોબાઈલ ફોન પર SMS દ્વારા મોકલવામાં આવેલી લિંક દ્વારા ડાઉનલોડ કરી શકાશે.
મહત્વનું છે કે પંચાયતીરાજ મંત્રાલય હેઠળ શરૂ કરાયેલી આ યોજનાથી 6 રાજ્યોના 763 પંચાયતના એક લાખ લોકોને લાભ મળશે. જેમાં ઉત્તરપ્રદેશના 346, હરિયાણાના 221, મહારાષ્ટ્રના 100, મધ્યપ્રદેશના 44, ઉત્તરાખંડના 50 અને કર્ણાટકની બે પંચાયત સામેલ છે.

વડાપ્રધાન મોદીએ યોજનાની શરૂઆત પછી એવા લોકો સાથે વાત કરી જેમને કેન્દ્ર સરકારે સ્વામિત્વ કાર્ડ આપ્યું છે. આ દરમિયાન પીએમએ કહ્યું કે,હવે તમારી સંપત્તિ પર કોઈ ખરાબ નજર નહીં નાંખી શકે.

આ દરમિયાન આ કાર્ડ મેળવનારા લોકોએ કહ્યું કે, સંપત્તિ કાર્ડ મળવાથી તેમને સામાજિક અને આર્થિક મજબૂતાઈ મળી છે. પીએમ સાથે વાતચીતમાં કાર્ડધારકોને કહ્યું કે, આ કાર્ડ દ્વારા તેમને બેન્કમાંથી સરળતાથી લોન મળવા લાગી છે, સાથે જ ગામમા તેની સંપત્તિનો ઝઘડો પણ ખતમ થઈ ગયો છે.

પીએમએ કહ્યું કે, આજે 1 લાખ લોકોને કાર્ડ મળવાથી તે શક્તિશાળી અનુભવી રહ્યા છે. આ યોજનાથી ગામમાં રહેતા લોકોના જીવનમાં ઐતિહાસિક પરિવર્તન આવ્યું છે.

વડાપ્રધાને કહ્યું કે, આજે તમારી પાસે એક અધિકાર છે, એક કાયદાકીય દસ્તાવેજ છે તમારું ઘર તમારું જ છે અને તમારું જ રહેશે. આ યોજના આપણા દેશના ગામમાં ઐતિહાસિક પરિવર્તન લાવશે

Exit mobile version