National
વડાપ્રધાન મોદીએ દ્વારકાના દરિયામાં કર્યું સ્કુબા ડાઈવિંગ, જુઓ અહીં
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. તેમણે આજે (રવિવાર) સવારે બેટ દ્વારકામાં ભગવાન કૃષ્ણના મુખ્ય મંદિરમાં દર્શન કર્યા હતા. ત્યારબાદ તેમના ડ્રીમ પ્રોજેક્ટ ‘સુદર્શન સેતુ’નું લોકાર્પણ કર્યુ હતું. વડાપ્રધાન મોદીએ જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશના પણ દર્શન કર્યા હતા. ત્યારબાદ ચાલતા ચાલતા તેમણે સુદામા બ્રિજની મુલાકાત લીધી હતી અને તેઓ પંચકુઈ બીચ પહોંચ્યા હતા.
વડાપ્રધાન મોદીએ દ્વારકામાં બોટમાં સવારી કરી હતી. સુદામા સેતુ નજીક વડાપ્રધાન મોદીએ બોટિંગ કર્યું હતું. તેમનો ઉદ્દેશ્ય આ વિસ્તારમાં પ્રવાસીઓને આવવા માટે પ્રેરિત કરવાનો છે. દ્વારકાના દરિયામાં અંદાજિત 2 નોટિકલ માઇલ દૂર પંચકોઈ વિસ્તારમાં સ્કૂબા ડાઈવિંગ કર્યું હતું.