ચાની ચુસ્કી હવે મોંઘી પડશે! ભાવમાં રૂ. 50થી 60નો થયો ધરખમ વધારો
દિવાળીના તહેવારો વચ્ચે હવે ચાની ચૂસકી મોંધી પડી શકે છે. વાસ્તવમાં ચાની ભુક્કીમાં ભાવમાં 50થી 60 રૂપિયાનો વધારો થયો છે. જોકે અહીં એ પણ નોંધનીય છે કે, હાલમાં રિટેઇલ બજારમાં કોઇ ખાસ અસર નહિ થાય. વિગતો મુજબ ગત વર્ષે છુટક 200 રૂપિયા કિલો હતી જે આ વર્ષે 250 રૂપિયા ભાવ થયો છે. ઉલ્લેખનીય છે કે, આસામ અને પશ્વિમ બંગાળમાં ખરાબ વાતાવરણને કારણે ચા ના ઉત્પાદનમાં ઘટાડો થયો છે.
આ અગાઉ બ્રાન્ડેડ ચાના ભાવ ગત વર્ષે 300થી 500 હતા જે આ વર્ષે 350થી 600 રૂપિયા પહોંચ્યા છે. મહત્વનું છે કે, આસામ અને પશ્વિમ બંગાળમાં ખરાબ વાતાવરણને કારણે ચા ના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. જેમાં ખાસ કરીને હાલમાં આસામમાં ભારે પુરની સ્થિતિ અને ભારે ગરમીને કારણે પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.
આ સાથે 2 ડિસેમ્બરથી તમામ બગીચા અને ફેક્ટરીઓ બંધ થઇ જશે. આ તરફ ચાની ભુક્કીમાં ભાવમાં 50થી 60 રૂપિયાનો વધારો થયો તો હજુ પણ ચાની ભુકીમાં ભાવવધારો થવાની શક્યતા છે.