રાષ્ટ્રપતિ-ઉપરાષ્ટ્રપતિ 3 દિવસ ગુજરાતની મુલાકાતે
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, જ્યારે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પણ આજે એક દિવસ માટે અમદાવાદની મુલાકાત લીધી હતી.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ત્રણ દિવસ સુધી ગુજરાતના અતિથિ બનશે. તેઓ સાંજે ચાર કલાકે ભૂજ પહોંચીને બીએસએફના જવાનો સાથે મુલાકાત કરી હતી. કચ્છના સફેદ રણ, સાસણ ગીર, સોમનાથ મંદિર અને દીવની મુલાકાત લેશે, જ્યારે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ આજે અમદાવાદમાં યોજાયેલા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ-એબીવીપીના ૬૪મા રાષ્ટ્રીય અધિવેશનમાં સંબોધન કર્યું હતું. તેઓ પરિષદના ૬૪મા રાષ્ટ્રીય સંમેલનમાં સાંજે ચાર કલાકે એબીવીપીના સભ્યોને સંબોધન કરશે.
જ્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે સીધા ધોરડો-સફેદ રણ પહોંચશે, જ્યાં તેઓ સૂર્યાસ્તનો નજારો માણશે અને રાત્રિરોકાણ પણ ટેન્ટ સિટીમાં કરશે. ત્યારબાદ તેઓ ૩૦ ડિસેમ્બરે બીજા દિવસે સાસણ ગીરની મુલાકાત લેશે. ત્યારબાદ તેઓ સોમનાથ મંદિર અને દીવની મુલાકાત પણ લેશે. ટેન્ટ સિટી ખાતે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરાઇ છે.