પ્રિમીયર સ્કૂલ એક્ઝિબિશન અમદાવાદ ખાતે યોજાયું
અમદાવાદ ખાતે ભારતની ટોપલાઇન સ્કુલોનું પ્રિમિયર સ્કુલ એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે. સતત 13 વર્ષે અમદાવાદમાં પ્રિમીયર સ્કૂલ એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે. જેમા અમદાવાદની સ્કુલોના વડા તેની મુલાકાત લેશે. તેમા તેમના વિચારોની આપ-લે કરશે.
આ સ્કુલ પ્રિમિયર એક્ઝિબિશનમાં 25થી વધારે સ્કુલોએ તેમા ભાગ લીધો હતો. જેમા અમદાવાદ, મહેસાણા, દેહરાદૂન, મુંબઇ સહિતની ભારતના અન્ય ભાગોની પ્રિમિયર સ્કુલોએ તેમા ભાગ લીધો હતો. ભારતની સૌથી ઉત્તમ બોર્ડિંગ સ્કુલ અને અમદાવાદની બેસ્ટ સ્કુલ આ એક્ઝિબિશનમાં જોડાઇ છે.
[youtube height=”250″ width=”500″ align=”none”]https://www.youtube.com/watch?v=uNrq4mAYopw&feature=youtu.be[/youtube]
સ્પોર્ટ્સ કાઉન્સિલિંગ અને સ્પોર્ટ્સ એડમિશન્સ ઓફર્સનો લાભ અંહી લઇ શકાશે. આ એક્ઝિબિશનમાં સામેલ થશે તેવી સ્કુલોને શૈક્ષણિક ઉત્કૃષ્ટતા, પરર્ફોમન્સ, ઇન્ફાસ્ટ્રકચર અને અભ્યાસની પદ્ધતિ તેમજ ફી માળખા અંગે વાલીઓને જાણકારી આપવામાં આવશે.