પ્રયાગરાજ કુંભમેળામાં લાગી આગ, 1 ડઝનથી વધુ ટેન્ટ બળીને ખાખ
પ્રયાગરાજમાં કુંભના પહેલાં શાહી સ્નાનના એક દિવસ પહેલાં જ અખાડામાં આગ લાગતા દોડધામ મચી ગઇ. અહીં સંગમ તટ પર બનેલા દિગંબર અખાડાના ટેન્ટમાં ભીષણ આગ લાગી હતી. આગ ઓલવવા માટે ફાયરબ્રિગેડના કર્મચારીઓ લાગી ગયા છે. આગની ઝપટમાં અખાડામાં હાજર ગણો સામાન બળીને ખાખ થઇ ગયો. આપને જણાવી દઇએ કે પહેલાં શાહી સ્નાનની સાથે કુંભની ઔપચારિક શરૂઆત થઇ રહી છે. આગ પર હાલ કાબૂ મેળવી લીધો છે.
કુંભ મેળા સ્થળ પર સેકટર-16મા દિગંબર અખાડાના ટેન્ટમાં સોમવારના રોજ અચાનક આગ લાગી ગઇ. આથી ત્યાં હાજર સાધુ-સંતોમાં દોડધામ મચી ગઇ. આ દરમ્યાન અંદાજે એક ડઝન ટેન્ટ આગની ઝપટમાં આવી ગયા. આગ લાગવાનું હજુ કોઇ કારણ સામે આવ્યું નથી. કહેવાય છે કે સિલિન્ડરમાં લીકેજ હોવાના લીધે ધડાકો થયો અને ત્યારબાદ આગ ભડકી અને પવનના કારણે તે ઝડપથી ફેલાય ગઇ.
https://www.youtube.com/watch?v=Q4SlCa55tBk&feature=youtu.be
દિગંબર અખાડાના ટેન્ટમાં અચાનક જ સોમવારે આગ લાગતા ત્યાં હાજર સાધુ-સંતોમાં દોડધામ મચી ગઇ હતી. આ દરમ્યાન અંદાજે એક ડઝનથી વધુ ટેન્ટ આગની ઝપટમાં આવી ગયા હતા. આગ લાગવાનું હજુ કોઇ કારણ સામે આવ્યું નથી. પરંતુ કહેવાય છે કે સિલિન્ડરમાં લીકેજ હોવાના લીધે ધડાકો થયો અને ત્યારબાદ આગ ભડકી અને પવનના કારણે તે ઝડપથી ફેલાય ગઇ. એક સાધુએ કહ્યું કે આગથી આખું પંડાલ બળીને ખાખ થઇ ગયું. તેમણે કહ્યું કે અમારું બહુ બધુ નુકસાન થયું છે.